આજના સમયમાં યુવાન અને સુંદર દેખાવાની ઈચ્છા દરેકને હોય છે. યુવતીઓ સુંદર દેખાવા બ્યુટી ટ્રીટમેન્ટ કરાવા છે. બ્યુટી ટ્રીટમેન્ટમાં આજકાલ 'બોટોક્સ' શબ્દ ટ્રેન્ડીંગમાં છે. આકર્ષક દેખાવવા 'બોટોક્સ' ટ્રીટમેન્ટ હવે સામાન્ય બની ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે બોટોક્સ માત્ર ચહેરા માટે જ નહીં, પણ વાળ માટે પણ વરદાન સાબિત થઈ રહ્યું છે? આ આધુનિક સારવાર  'બોટોક્સ' શું છે તે વિગતવાર જાણીએ.


'પ્રીવેન્ટિવ બોટોક્સ' નો લોકોમાં ક્રેઝ

બોટોક્સ એ બોટ્યુલિનમ ટોક્સિન નામના પ્રોટીનનો ઉપયોગ કરીને કરવામાં આવતી એક પ્રક્રિયા છે. તે ચહેરાના સ્નાયુઓને અસ્થાયી રૂપે આરામ (Relax) આપે છે. આ ટ્રીટમેન્ટનો મુખ્ય ફાયદો છે કે તે હસતી વખતે કે ગુસ્સો કરતી વખતે ચહેરા પર પડતી કરચલીઓ (Fine lines) દૂર કરે છે. બોટોક્સ ટ્રીટમેન્ટનો ક્રેઝ ફક્ત યુવાનોમાં જ નહીં આજકાલ મોટી ઉંમરના લોકોમાં પણ છે. હવે 20 વર્ષના યુવાનો અત્યારથી જ 'પ્રીવેન્ટિવ બોટોક્સ' ટ્રીટમેન્ટ કરાવવા લાગ્યા છે જેથી ભવિષ્યમાં ચહેરા પર કરચલીઓ ન પડે.

ઇન્જેક્શન વગર વાળ ચમકદાર અને સિલ્કી થશે

"હેર બોટોક્સ" નામનો એક નવો ટ્રેન્ડ પણ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. હેર બોટોક્સમાં ઈન્જેક્શન કે સર્જરી કરાવવી પડે તેવી લોકોમાં ખોટી માન્યતા છે. હેર બોટોક્સ એ કોઈ સર્જરી નથી, પણ એક ડીપ કન્ડીશનીંગ ટ્રીટમેન્ટ છે. આ ટ્રીટમેન્ટ ક્ષતિગ્રસ્ત, સૂકા અને બરડ વાળને અંદરથી રિપેર કરે છે, તેમાં પ્રોટીન, વિટામિન, કેરાટિન અને અન્ય પોષક તત્વોનો સમાવેશ થાય છે, જેનાથી વાળ નરમ, ચમકદાર અને જાડા બને છે. તેમાં ઇન્જેક્શનની જરૂર નથી; તેના બદલે, તે વાળના ક્યુટિકલને રિપેર કરવા માટે કેમિકલ-મુક્ત ઉત્પાદનોનો ઉપયોગ કરે છે, જેનાથી વાળ સ્વસ્થ દેખાય છે.


આ પણ વાંચો : Typhoid Diseas : જાણો ટાઈફોઇડ બીમારીમાં કયો ખોરાક લેવો જોઈએ


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: