ઉનાળાની ઋતુમાં ગરમીનો પારો જ્યારે ગગન આંબવા લાગે, ત્યારે સ્ટાઇલિશ દેખાવવાની સાથે આરામદાયક રહેવું એ સૌથી મોટો પડકાર બની જાય છે. આવા ૪૫ ડિગ્રી સેલ્સિયસ જેવા આકરા તાપમાનમાં જો તમે આખો દિવસ જાડું જીન્સ પહેરીને બહાર નીકળો, તો ગરમી, અસહ્ય ભેજ અને પરસેવાના કારણે ચીકણુંપણું અને અસ્વસ્થતા વધી જાય છે. જીન્સનું જાડું કાપડ ગરમીને અંદર જ રોકી રાખે છે. આ જ કારણ છે કે ફેશન એક્સપર્ટ્સ ઉનાળામાં હળવા, સોફ્ટ અને શ્વાસ લઈ શકાય તેવા ફેબ્રિક્સ પહેરવાની સલાહ આપે છે.


ગરમીમાં જીન્સને કહો બાય..બાય..ટ્રાય આઉટફિટ

આ ઉનાળામાં જીન્સને કાયમ માટે બાય-બાય કહીને કંઈક નવું અને ટ્રેન્ડી ટ્રાય કરવા માંગો છો, તો તમારા વોર્ડરોબને અપડેટ કરવાનો સમય આવી ગયો છે.  બજારમાં આજે જીન્સના એવા ઘણા ટ્રેન્ડી વિકલ્પો ઉપલબ્ધ છે, જે તમને ગરમીથી રાહત આપવાની સાથે-સાથે ખૂબ જ શાનદાર લુક પણ આપશે. ઓફિસ, કોલેજ, શોપિંગ કે મિત્રો સાથે આઉટિંગ પર જવા માટે તમે જીન્સના બદલે આ આઉટફિટ ટ્રાય કરી શકો છો.

ઉનાળામાં કૂલ લુક માટે અપનાવો આ સ્ટાઈલ

લિનન પેન્ટ્સ : ઉનાળાની સીઝન માટે લિનન ફેબ્રિકને સૌથી બેસ્ટ માનવામાં આવે છે. આ ફેબ્રિક વજનમાં ખૂબ જ હલકું, મુલાયમ અને હવા અવર-જવર કરી શકે તેવું શ્વાસ લેવા યોગ્ય હોય છે. ઓફિસ વેરથી લઈને કેઝ્યુઅલ આઉટિંગ સુધી આ પેન્ટ્સ ખૂબ જ એલિગન્ટ લુક આપે છે. આ સીઝનમાં ન્યુટ્રલ કલર્સ (જેવા કે બેજ, વ્હાઇટ, ઓફ-વ્હાઇટ) ના લિનન પેન્ટ્સ ખૂબ જ ટ્રેન્ડમાં છે.

પલાઝો પેન્ટ્સ : જો તમને વધુ પડતા ઢીલા અને કમ્ફર્ટેબલ કપડાં ગમતા હોય, તો પલાઝો તમારા માટે પરફેક્ટ છે. પલાઝોની લૂઝ અને વહેતી (Flowy) ડિઝાઇન ઉનાળાના ધગધગતા તડકામાં પણ શરીરને શાંતિ આપે છે. તેને આખો દિવસ પહેરી રાખવા છતાં બિલકુલ ભારેપણું લાગતું નથી. આ ટ્રેન્ડ ક્યારેય આઉટ ઓફ ફેશન થતો નથી. તેને તમે એથનિક કુર્તી અથવા વેસ્ટર્ન શોર્ટ ટોપ્સ—બંને સાથે સરળતાથી મેચ કરી શકો છો.

કોટન ટ્રાઉઝર્સ : કોટન એટલે કે સુતરાઉ કાપડ ઉનાળા માટે પરમ મિત્ર સમાન છે. કોટન કાપડ શરીરના પરસેવાને ખૂબ જ ઝડપથી શોષી લે છે, જેનાથી ત્વચા ડ્રાય રહે છે. કોટન ટ્રાઉઝર્સ ફોર્મલ અને કેઝ્યુઅલ બંને લુક માટે એકદમ પરફેક્ટ છે. ખાસ કરીને ઓફિસ જતી વર્કિંગ વુમન માટે આ સ્ટાઇલ અને કમ્ફર્ટનું એક ઉત્તમ કોમ્બિનેશન છે.

કુલોટ્સ : જો તમે લુક સાથે થોડો નવો પ્રયોગ કરવા માંગો છો, તો કુલોટ્સ બેસ્ટ ચોઈસ છે. આ પેન્ટ્સ પહોળા ફિટિંગવાળા અને એન્કલ લેન્થથી થોડી ઓછી લંબાઈ (Cropped Length) ના હોય છે, જે ઉનાળામાં અત્યંત આરામદાયક રહે છે. આ તમને એકદમ મોર્ડન અને આધુનિક લુક આપે છે. તેને તમે સિમ્પલ ટી-શર્ટ, ક્લાસી શર્ટ અથવા ક્રોપ ટોપ સાથે પેર-અપ કરીને ફેશનેબલ દેખાઈ શકો છો.

વાઇડ-લેગ પેન્ટ્સ : હાલમાં ફેશન ઇન્ડસ્ટ્રીમાં વાઇડ-લેગ પેન્ટ્સનો દબદબો સૌથી વધારે જોવા મળી રહ્યો છે. આ પેન્ટ નીચેથી એકદમ પહોળા હોવાને કારણે પગની આસપાસ હવાનો પૂરતો પ્રવાહ જાળવી રાખે છે, જેથી પરસેવો વળતો નથી. આ પેન્ટ પહેરવાથી બોડી પોશ્ચર લાંબુ અને ભવ્ય (Elegant) દેખાય છે. ઉનાળાની ઋતુમાં સ્ટાઇલિશ અને કૂલ દેખાવા માટે આ એક મસ્ટ-હેવ ઓપ્શન છે.


આ પણ વાંચો : Home Tips: સફેદ કુર્તા કે ટી-શર્ટ પરથી રંગીન કપડાના ડાઘ કેવી રીતે કાઢવા? જાણો અસરકારક ઘરેલું ઉપાયો

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: