આજના ઝડપી જીવનમાં કામનું દબાણ, દોડધામ અને માનસિક તણાવ એ સામાન્ય સમસ્યાઓ બની ગઈ છે. આ પરિબળો માત્ર આપણા શરીરને જ નહીં, પણ આપણા માનસિક સ્વાસ્થ્યને પણ ગંભીર અસર કરે છે, જેના કારણે મૂડ સ્વિંગ, ચીડિયાપણું અને અશાંતિ અનુભવાય છે. જો કે, આહારમાં યોગ્ય ફેરફારો કરીને આપણે મનને શાંત અને મૂડને ખુશખુશાલ રાખી શકીએ છીએ.


7 ખોરાક જે કુદરતી રીતે માનસિક શાંતિ પ્રદાન કરે છે.

1. દહીં: પ્રોબાયોટિક્સથી ભરપૂર દહીં આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે. સ્વસ્થ આંતરડા એટલે વધુ સારો મૂડ. તેને છાસ, રાયતા કે લસ્સીના રૂપમાં લેવાથી ચિંતા પેદા કરતા બેક્ટેરિયા દૂર થાય છે.

2. લીલા પાંદડાવાળા શાકભાજી: મેગ્નેશિયમ અને બી-વિટામિનથી ભરપૂર શાકભાજી તણાવ હોર્મોન્સને સંતુલિત કરવામાં મદદ કરે છે. તે શરીરને લાંબા સમય સુધી ઉર્જાવાન રાખે છે.

3. બદામ અને અખરોટ: પલાળેલી બદામ મેગ્નેશિયમ અને વિટામિન-ઈ નો ઉત્તમ સ્ત્રોત છે. જ્યારે અખરોટમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ્સ સેરોટોનિનનું સ્તર જાળવી રાખે છે, જે કોર્ટિસોલ (તણાવ હોર્મોન) ઘટાડવામાં મદદરૂપ છે.

4. હળદર: આ મસાલામાં રહેલ 'કર્ક્યુમિન' બળતરા વિરોધી ગુણો ધરાવે છે. હળદરવાળું દૂધ પીવાથી કે ભોજનમાં તેનો ઉપયોગ કરવાથી તણાવ દૂર થાય છે. યાદ રાખો, કાળા મરી સાથે હળદર લેવાથી તેની અસરકારકતા વધે છે.

5. આમળા: વિટામિન-સી અને એન્ટીઑકિસડન્ટનો ખજાનો એવા આમળા ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. તેને તાજા ફળ, રસ કે મુરબ્બા સ્વરૂપે ખાઈ શકાય છે.

6. મગની દાળ: પચવામાં ખૂબ જ હળવી એવી મગની દાળ 'ટ્રિપ્ટોફન' પ્રદાન કરે છે, જે સેરોટોનિનના ઉત્પાદન માટે જરૂરી છે. દાળ-ભાત કે ખીચડી એ મન અને શરીર માટે સૌથી વધુ આરામદાયક ભોજન છે.

7. કેળા અને ખાટા ફળો: પાકેલા કેળા બ્લડ સુગરને સ્થિર રાખી મૂડ સુધારે છે, જ્યારે નારંગી અને જામફળ જેવા ફળો વિટામિન-સી દ્વારા માનસિક તાજગી આપે છે.

આ ખોરાકનો આહારમાં સમાવેશ કરવાની સાથે, સમયસર ભોજન લેવું અને નિયમિત કસરત કરવી પણ ખૂબ જરૂરી છે. જ્યારે તમે તમારા શરીરને પોષણ આપો છો, ત્યારે તમારું મન પણ સ્વતઃ શાંત અને પ્રસન્ન રહેવા લાગે છે. આ પૌષ્ટિક આદતો તમને માત્ર શારીરિક રીતે જ નહીં, પરંતુ માનસિક રીતે પણ મજબૂત અને ખુશ રાખશે.

આ પણ વાંચોઃ હવે તમારું સ્કૂટર તમારી સાથે કરશે વાત, આવ્યું નવુ વોઇસ કમાન્ડ ફીચર


  • Follow us on: