આજે લોકોની જીવનશૈલી બદલાઈ છે. બાળકો અભ્યાસ કરતા હોય કે પછી ઓફિસ, મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ વધ્યો છે. સ્ક્રીન ટાઈમ વધતા આંખના સ્વાસ્થ્ય પર અસર થાય છે. સતત કોમ્પ્યુટર અને લેપટોપ પર કામ કરતાં આંખો પર ભારણ વધે છે. એટલે જ આજકાલ ઉંમર પહેલા લોકોની આંખો નીચે ડાર્ક સર્કલ દેખાવા લાગે છે. ડાર્ક સર્કલ તમારી સુંદરતા બગાડે છે. તેને દૂર કરવા માટે લોકો મોંઘી ક્રીમનો ઉપયોગ કરે છે. પરંતુ તમે દિનચર્યામાં આ સામાન્ય બાબતો ધ્યાનમાં રાખીને ડાર્ક સર્કલ થતા રોકી શકો છો.


સુંદરતાના દુશ્મન ડાર્ક સર્કલને રોકવા અપનાવો આ ટિપ્સ

સતત કામની વ્યસ્તતના કારણે આંખોને આરામ ના મળતા ડાર્ક સર્કલ થાય છે. આંખો નીચે થતા કાળા કુંડાળા રોકવાનો સરળ ઉપાય છે કોલ્ડ કોમ્પ્રેસ. કાકડી જેવા કુદરતી ઘટકોનો ઉપયોગ કરી ડાર્ક સર્કલને સરળતાથી રોકી શકો છો. આ માટે તમે કાકડીની સ્લાઈનસની તમારી આંખો પર દિવસ દરમિયાન 10થી 15 મિનિટ મૂકો. કાકડી આંખને ઠંડક આપશે. તેમજ બરફના ટુકડાને કપડામાં લપેટીને તમારી આંખો પર લગાવી શકો છો. વૈકલ્પિક રીતે, તમે જેલ આઈ માસ્કનો ઉપયોગ કરી શકો છો, જે ખૂબ જ આરામદાયક છે. આખં પર દિવસ દરમિયાન બે થી ત્રણ વખત સાદા પાણીથી છંટકાવ કરો. આંખની કિકીનું ખેંચાણ અટકશે અને આરામ મળશે.  સુંદરતાના દુશ્મન ડાર્ક સર્કલ આ ટીપ્સથી જરૂર બાય..બાય કરી શકશો.

ડાર્ક સર્કલ દૂર રાખવાદિનચર્યામાં સામેલ કરો આ આદત

આખો દિવસ કમ્પ્યુટર પર અને લેપટોપ પર કામ કરવાની આદત ટાળો. થોડી-થોડી વાર વચ્ચે ઉભા થઈ આંખને પાણીથી સાફ કરો. આંખોને કુદરતી ઠંડક મળશે.ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, એટલે કે તમે યોગ્ય સમયે સૂઈ જાઓ અને યોગ્ય સમયે ઉઠો, અથવા ઓછામાં ઓછા દરરોજ આઠ કલાકની ઊંઘ લો. ઊંઘનો અભાવ આંખો નીચે કાળા કુંડાળાઓ તરફ દોરી શકે છે. પોષણની ઉણપ પણ ડાર્ક સર્કલનું કારણ પણ બની શકે છે. તમે પ્રોસેસ્ડ ફૂડ, જંકફૂડ અને તળેલા ખોરાકના બદલે સ્વસ્થ આહાર લેવાની આદત અપનાવો.


આ પણ વાંચો : પરીક્ષા પે ચર્ચા 2026 : ચમકતી ત્વચા, ફિટનેસ, વિદ્યાર્થીના સવાલ પર પીએમ મોદીનો રસપ્રદ જવાબ


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: