વાળમાં ખોડો, વાળ ખરવા જેવી લોકોમાં સમસ્યા વધુ સામાન્ય બની છે. આ સિવાય આજકાલ લોકોમાં ઉંમર પહેલા વાળ સફેદ થવાનું જોવા મળ્યું છે. મહિલા હોય કે પુરુષ અકાળે સફેદ થવાની સમસ્યાથી પરેશાન છે. વહેલા વાળ સફેદ થવાનું કારણ પ્રદૂષણ, તણાવ અને ખરાબ આહાર હોવાનું આરોગ્ય નિષ્ણાત કહી રહ્યા છે. વાળની આ સામાન્ય સમસ્યા નથી, પરંતુ એક મોટી ચિંતા બની ગઈ છે. વાળની ​​સુંદરતા ફક્ત મોંઘા શેમ્પૂ જ નહીં પરંતુ આહારમાં કેટલાક વિટામિન્સ પર પણ આધાર રાખે છે.


વાળ માટે આ વિટામિનની હાજરી જરૂરી

વાળ લાંબા, કાળા અને મજબૂત બનાવવા માટે આ શરીરમાં વિટામિન હોવા જરૂરી છે. શરીરમાં આ વિટામિનની હાજરી વાળની સમસ્યા દૂર કરશે. આજકાલ લોકોમાં જંકફૂડ, સોફ્ટ ડ્રિંકસ અને બહારનું ખાવાનું ચલણ વધ્યું છે. 

  • બાયોટિન: વાળ મજબૂત અને ચમકદાર બનાવવા માટે
  • વિટામિન ઇ: વાળને નુકસાનથી બચાવવા અને વાળની વૃદ્ધિને પ્રોત્સાહન આપવા
  • વિટામિન સી: વાળના વિકાસ માટે કોલેજનનું ઉત્પાદન વધારવા
  • વિટામિન ડી: વાળના વિકાસને નિયંત્રિત કરવા અને વાળના નુકસાનને રોકવા
  • ઓમેગા-3 ફેટી એસિડ્સ: વાળને પોષણ આપવા અને વાળની વૃદ્ધિને પ્રોત્સાહન આપશે

વાળની સમસ્યામાંથી મળશે છુટકારો

વાળ ખરવાની સમસ્યા અથવા તેમનો રંગ ઝાંખો પડી રહ્યો છે, તો વિટામિન B12 તમને મદદ કરી શકે છે. દૂધ અને ઈંડામાંથી મળશે આ વિટામીન. વાળ સમય પહેલા સફેદ થઈ રહ્યા છે, તો વિટામિન B6 અને B9 તમારા માટે રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. પાલક, ગાજર, શક્કરીયા અને કેળામાં B6 હોય છે જયારે ઇંડા અને એવોકાડોમાં B9 હોય છે જે વાળમાં વોલ્યુમ ઉમેરશે. વાળના મૂળને મજબૂતવિટામિન B5 બેસ્ટ છે. મશરૂમ, સૂર્યમુખીના બીજ, એવોકાડો, વટાણા અને કઠોળ આ વિટામિનના ઉત્તમ સ્ત્રોત છે.આવી સ્થિતિમાં વાળની સંભાળ માટે તમે આ વિટામિનનો કેવી રીતે ઉપયોગ કરવો તે બાબત જરૂર જાણી શકો છો.

  • Follow us on: