અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે. પાર્ટી અને લગ્ન ફંકશનમાં વધુ આકર્ષક દેખાવા મહિલાઓ મેકઅપ કરે છે. પાર્ટીમાં જતા પહેલા મહિલાઓ કલાકો સુધી ત્વચાની સુંદરતા વધારવા પ્રયાસ કરતી હોય છે. પરંતુ ઘણીવાર મેકઅપ કરતા થોડી નાની ભૂલો આપણા આખા દેખાવને બગાડે છે. આ ભૂલોના કારણે તમે પાર્ટીમાં ગ્લેમરસ લુક નહી પણ લોકોની મજાકના નિશાના પર આવો છો. 

ખોટો બેઝ શેડ ચહેરો બગાડશે

પાર્ટીમાં ચહેરાની સુંદરતા વધારવા કરાતા મેકઅપમાં થતી ભૂલો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે. મેકઅપ લગાવતી વખતે કરતી કેટલીક ભૂલો તમે જાણશો તો તમારા ખરાબ દેખાવને ટાળી શકશો. પાર્ટીમાં તમારો લુક સંપૂર્ણ, ગ્લેમરસ અને આકર્ષક દેખાશે. જયારે પણ મેક અપ કરો ત્યારે બેઝનો ખોટો શેડ પસંદ ના કરો.ખોટો ફાઉન્ડેશન કે ક્રીમ શેડ તમારા ચહેરાને અસમાન અને અસમાન બનાવી શકે છે. તેથી, હંમેશા એવું ફાઉન્ડેશન પસંદ કરો જે તમારી ત્વચાના સ્વર સાથે મેળ ખાય અને તેને સારી રીતે બ્લેન્ડ કરો.

ચહેરાને વધુ પડતો હાઈલાઈટ ના કરો

ચહેરાને વધુ ચમકદાર બનાવવા લોકો હાઈલાઈટર લગાવે છે. પરંતુ વધુ પડતું બ્લશ કે હાઇલાઇટર લગાવવાથી તમારો ચહેરો કૃત્રિમ અને ચમકદાર દેખાઈ શકે છે. હંમેશા બ્લશ અને હાઇલાઇટર ઓછી માત્રામાં લગાવો. વધુ પડતું આઈશેડો, લાઈનર અથવા મસ્કરાનો ઉપયોગથી તમારો લુક ભારે લાગશે. એટલે હળવો અને સંતુલિત આઈ મેકઅપ કરો. તમારા પોશાક અને મેકઅપના આધારે લિપસ્ટિકનો યોગ્ય શેડ પસંદ કરો. મેકઅપ કરતા આ બાબતનું ધ્યાન રાખશો તો ગ્લેમરસ તો લાગશો સાથે તમારા લુકને કુદરતી રાખશે.

લાંબો સમય મેકઅપ રાખવા ટ્રાય કરો આ વસ્તુ

મેકઅપ કર્યા પછી સેટિંગ સ્પ્રે કે પાવડરનો ઉપયોગ ન કરવાથી તમારો લુક ઝડપથી બગડી શકે છે. હંમેશા તમારા મેકઅપને લાંબા સમય સુધી ટકી રહે તે રીતે સેટ કરો. આ એક નાનું પગલું છે પણ ખાતરી કરશે કે તમારો લુક સમગ્ર ઇવેન્ટ દરમિયાન ટકી રહેશે. પાર્ટીમાં કલાકો વિતાવ્યા પછી, મેકઅપ ઝાંખો પડી શકે છે અથવા ડાઘ પડી શકે છે. તેથી, સમયાંતરે નાના ટચ-અપ્સ કરવા મહત્વપૂર્ણ છે. આ તમારા દેખાવને તાજગી અને ચમકદાર રાખશે, અને તમે હંમેશા પાર્ટી માટે તૈયાર દેખાશો.

આ પણ વાંચો  : Skin Care Tips : ગ્લોઇંગ સ્કીન માટે શું ફાયદાકારક, બ્લીચ કે ફેશિયલ, જાણો શું કહે છે બ્યુટી એક્સપર્ટ


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.)