શિયાળામાં ત્વચાની સમસ્યા વધે છે. ઠંડી વધતા પગની એડિમાં તિરાડ, હાથની ત્વચા પર શુષ્કતાપણું દેખાવા લાગે છે. ચહેરા કરતાં હાથ અને પગની ત્વચા ઠંડીના દિવસોમાં વધુ પ્રભાવિત થાય છે. કારણ કે આપણા શરીરનો આ ભાગ પાણીના સૌથી વધુ સંપર્કમાં આવે છે. મોટાભાગના લોકો સ્કીન કેરમાં ફક્ત ચહેરાની કાળજી વધુ રાખે છે અને હાથ અને પગની ત્વચાની કાળજીને નજરઅંદાજ કરે છે. ચહેરાની સાથે હાથ અને પગની સંભાળ રાખવી જરૂરી છે. હાથ અને પગની ત્વચા પણ માખણ જેવી મુલાયમ બની શકે છે.
ઘરે બનાવેલ ક્રીમ ત્વચા માટે વધુ બેસ્ટ
સ્કીન કેર માટે તમારે મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરવો જરૂરી નથી. તમે ઘરેલુ ક્રિમથી પણ હાથ અને પગની ત્વચાની કાળજી રાખી શકો છો. બજારના મોંઘા ક્રિમ કયારેક તમારી ત્વચાને નુકસાન કરી શકે છે. બજારમાં ખરીદી કરવા જઈએ ત્યારે મોંઘા ક્રિમ વધુ બેસ્ટ હશે તેમ માની ખરીદી કરીએ છીએ. પરંતુ બજારમાં મળતા વિવિધ પ્રકારના મોઇશ્ચરાઇઝર અને લોશનમાં કૃત્રિમ ઘટકો વધુ હોય છે. જયારે ઘરે બનાવેલા હેન્ડ ક્રીમ કૃત્રિમ સુગંધ, પેરાબેન્સ અને હાનિકારક પ્રિઝર્વેટિવ્સથી મુક્ત હોય છે જે ત્વચાને બળતરા કરી શકે છે. તે વધુ આર્થિક પણ છે.
ઘરે ક્રિમ બનાવવા માટેની સામગ્રી
હેન્ડ ક્રીમ માટે તમારે 2 ચમચી નારિયેળ તેલ અથવા બદામ તેલની જરૂર પડશે 1 ચમચી પીળો મીણ તમને ગ્રોસરીની વેચાણ કરતી શોપમાંથી મળી રહેશે. તેમજવિટામિન E ના 2 કેપ્સ્યુલ અને બે થી ત્રણ ચપટી હળદરની જરૂર પડશે. સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો માટે ઘરે બનાવેલી ક્રીમ વધુ ફાયદાકારક છે. ઘરે બનાવેલમાં ક્રિમમાં કૃત્રિમ નહી ફક્ત કુદરતી ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રીમ બનાવવા માટે, તમારે ડબલ બોઈલર પદ્ધતિ અપનાવવી પડશે.
ઘરે ક્રિમ બનાવવાની જાણો રીત
હાથ અને પગને મુલાયમ બનાવવા માટે ઘરેલુ ક્રિમ બેસ્ટ છે. આ ક્રીમ બનાવવા માટે પહેલા ઉકળતા પાણી પર બીજું વાસણ મૂકો ત્યારબાદ મીણ અને નાળિયેર તેલ તેમાં નાખો. મીણને સંપૂર્ણપણે ઓગાળી લો. બધું સંપૂર્ણપણે સારી રીતે ભળી જાય ત્યાં સુધી હલાવતા રહો. મીણ અને નાળિયેર તેલના મિશ્રણને તાપ પરથી ઉતારી લો અને તેને 1-2 મિનિટ માટે થોડું ઠંડુ થવા દો. તેને એક મોટી પ્લેટ (પિત્તળ અથવા તાંબા) પર મૂકો. તૈયાર કરેલા નારિયેળ તેલ અને મીણમાં હળદર અને વિટામિન ઇ કેપ્સ્યુલ જેવા આવશ્યક ઘટકો ઉમેરો અને તેમાં ગ્લિસરીન પણ ઉમેરો. આ ઘટ્ટ ક્રિમ તમારી ત્વચાને સુંવાળી બનાવશે. આ ક્રીમને એક બરણીમાં ભરીને રાખો અને દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા હાથ અને પગ પર લગાવો.
આ પણ : Moringa Benefit : હાઈ બ્લડ સુગર અને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યામાં રામબાણ ઇલાજ છે આ વનસ્પતિ
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )