દેશભરમાં દિવાળી તહેવારની ઉજવણી થઈ રહી છે. આ તહેવારમાં મીઠાઈ, નાસ્તા અને સ્વાદિષ્ટ નમકીન ખાવાની પરંપરા છે. અત્યારે દિવાળી સાથે ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે. તહેવારમાં બહાર હરવા-ફરવા અને ફેમીલી ફંકશન પણ લોકો એટેન્ડ કરે છે. લાંબો સમય ઘરની બહાર રહેતા ત્વચા પર અસર દેખાય છે. ત્વચામાં શુષ્કતાપણું અને બેજાન દેખાવા લાગે છે. એક્સપર્ટે તહેવાર બાદ અને શિયાળાની ઠંડીમાં આ રીતે ત્વચાની કાળજી રાખવાની ટિપ્સ આપી.
ઠંડીની સૌથી વધુ ત્વચા પર અસર
શિયાળાની શરૂઆત સાથે, દરેક વ્યક્તિ શુષ્ક ત્વચા વિશે ચિંતિત હોય છે. શુષ્ક, નિર્જીવ ત્વચા ચહેરાની ચમકને ઝાંખી પાડે છે અને તેની ચમક ઘટાડે છે. તેથી, તમારી ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે. પુષ્કળ પાણી પીઓ અને ગરમ પાણીને બદલે ઠંડા પાણીથી સ્નાન કરો. તરત જ, તમારા હાથ, પગ અને આખા શરીર પર તેલથી માલિશ કરો. તેલ ક્રીમ અને લોશન કરતાં ઘણું અસરકારક છે. તે ત્વચાને લાંબા સમય સુધી હાઇડ્રેટેડ અને નરમ રાખે છે. ત્વચા પર લગાવવા માટે કયાું તેલ શ્રેષ્ઠ છે તે જાણવું વધુ જરૂરી છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર દરેક વ્યક્તિનો ત્વચાનો પ્રકાર અલગ હોય છે. પરંતુ કેટલાક તેલ એવા હોય છે જે તમામને અનુકૂળ આવે છે.













