ઉનાળો શરૂ થઈ ગયો છે, અને તાપમાન સતત વધી રહ્યું છે. લોકો પહેલાથી જ તડકા અને પરસેવાની સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છે. આ તીવ્ર તડકા અને પરસેવાવાળા ઉનાળામાં, ત્વચાની સંભાળ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. આને ધ્યાનમાં રાખીને, અમે કેટલીક સરળ અને અસરકારક ટિપ્સ લઈને આવ્યા છીએ, જે આ ઉનાળા દરમિયાન દરરોજ નિયમિતપણે અનુસરવામાં આવે તો, ચોક્કસપણે તમારી ત્વચા માટે સકારાત્મક પરિણામો લાવશે.


સનબર્નથી બચવાના ઉપાયો

તમારી ત્વચાને ટેનિંગ, સનબર્ન અને શુષ્કતાથી બચાવવા માટે દરરોજ ઓછામાં ઓછા SPF 30+ વાળું સનસ્ક્રીન તમારા ચહેરા અને હાથ અને પગ પર લગાવવું જોઈએ. દિવસમાં ઓછામાં ઓછા 3 થી 4 વખત આ પુનરાવર્તન કરો. ઉનાળાની ઋતુમાં હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, દિવસ દરમિયાન ઓછામાં ઓછું 3 થી 4 લિટર પાણી પીવો. ઉનાળાની ઋતુમાં તમારા આહારમાં પાણીથી ભરપૂર મોસમી ફળોનો સમાવેશ કરો. જ્યારે તમે ભારે ગરમીમાં બહાર જાઓ છો, ત્યારે ગરમી ઘટાડવા માટે હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવાનો પ્રયાસ કરો. ઉપરાંત, સ્કાર્ફ, ટોપી, સનગ્લાસ અથવા છત્રી પહેરો.

કુદરતી ઉપાય ત્વચાની સમસ્યા દૂર કરશે

ગરમીના દિવસોમાં સનટેનિંગથી બચવા ખાસ કરીને સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી, તીવ્ર સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળો. આ તમારી ત્વચાને ટેનિંગ, સનબર્ન અને શુષ્કતાથી નોંધપાત્ર રીતે સુરક્ષિત કરી શકે છે. તડકામાં જવાથી તમારી ત્વચા ટેન થઈ જાય, તો કુદરતી વસ્તુનો ઉપયોગ વધુ અસરકારક રહેશે. તમે એલોવેરા જેલ, દહીં, કાકડી અથવા ટામેટાંનો રસ લગાવી ત્વચામાંથી ટેનિંગ દૂર કરી શકો છો. આ સિવાય ચણાના લોટ, હળદર, લીંબુનો રસ અને મધના મિશ્રણનું પેક તૈયાર કરો. અઠવાડિયામાં એક વાર એક પેકનો ઉપયોગથી કરવાથી ત્વચા સંબંધિત સમસ્યામાં રાહત મળશે.


આ પણ વાંચો : Hair Care Tips : ઉનાળામાં વાળની રાખો સંભાળ, હેર ગ્રોથ વધારવા આ તેલની કરો નિયમિત માલિશ


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: