ઉનાળાની કાળઝાળ ગરમી શરીરને નુકસાન કરે છે. આ સમયમાં સ્વસ્થ રહેવા પાણી વધુ પીવું જોઈએ. ગરમીમાં ડિહાઈડ્રેશનની સમસ્યા લોકોમાં વધી જાય છે. શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે. પરંતુ ગરમીમાં ફક્ત પાણી પીવું પૂરતું નથી. તમારે તમારા રોજિંદા જીવનમાં રસદાર ફળો અને વિવિધ પ્રકારના કુદરતી પીણાંનો પણ સમાવેશ કરવો જોઈએ. આમ પન્ના ઉનાળાનું એક ઉત્તમ પીણું છે. પરંતુ જયારે આપણને ડિહાઈડ્રેશન થયું ત્યારે આ પીણું બનાવવામાં સમય લાગે છે. એટલે જો પહેલેથી તેનું પ્રિ-મિક્સ બનાવી રાખીએ તો તરત ઉપયોગમાં લઈ શકીએ છીએ.  આ લેખમાં આપણે આમ પન્નાનું પ્રિમિક્સ કેવી રીતે તૈયાર કરવું તેની સરળ ટીપ્સ જાણીશું. 


આમ પન્ના પ્રી-મિક્સ માટે સામગ્રી

  • 500 ગ્રામ કાચી કેરી
  • 2 લિટર પાણી
  • 1 ચમચી કાળું મીઠું
  • 1 ચમચી શેકેલા જીરાનો પાવડર
  • 1 કપ ખાંડ 
  • અડધી ચમચી કાળા મરી પાવડર
  • લાલ મરચું
  • સ્વાદ પ્રમાણે મીઠું

આમ પન્ના પ્રી-મિક્સ બનાવવાની રીત :

  • ગરમીમાં શરીરને ઠંડક આપશે દેશી પીણું. આમ પન્નાનું પ્રી-મિક્સ બનાવી તમે ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. કાચી કેરી શેકીને આમ પન્નાનું પ્રિ-મિક્સ બનાવવામાં આવે છે. જે વાનગીમાં એક સરસ સ્મોકી સ્વાદ ઉમેરે છે.
  • આમ પન્નાનું પ્રીમિક્સ બનાવવા માટે કાચી કેરીને કાપીને એક પેનમાં મૂકો અને પછી તેમાં 2 લિટર પાણી ઉમેરો અને તેને ઉકળવા દો. જો તમે ઈચ્છો તો પાણીની માત્રા થોડી ઓછી કરી શકો છો. તમારે કેરીને ખૂબ નરમ થાય ત્યાં સુધી ઉકાળવી જોઈએ.
  • જ્યારે કેરી બાફેલી અને તૈયાર થઈ જાય, ત્યારે તેની છાલ અને બીજ કાઢી લો અને બધો પલ્પ એક બાઉલમાં કાઢી લો. હવે કેરીના પલ્પમાં લાલ મરચું પાવડર, કાળા મરી પાવડર, સફેદ મીઠું, કાળું મીઠું, શેકેલું જીરું પાવડર અને ખાંડ ઉમેરો.
  • બધી સામગ્રીને ગ્રાઇન્ડરમાં નાખો અને સારી રીતે પીસી લો, જેથી ઘટ્ટ મિશ્રણ તૈયાર થાય. જો તમે તેને ઝડપથી બનાવવા માંગતા હો, તો કેરી ઉકળતી વખતે બધી સામગ્રી ઉમેરો અને ઉકળ્યા પછી, છાલ અને બીજ કાઢીને સીધા જ ભેળવી દો.

આમ પન્ના કાચી કેરીમાંથી બનાવવામાં આવે છે, જે તેને વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત બનાવે છે. તેમાં વિવિધ પ્રકારના મસાલાનો પણ ઉપયોગ થાય છે જે ઉનાળાની ઋતુમાં સ્વસ્થ પાચન જાળવવામાં મદદ કરે છે.


આ પણ વાંચો : Lifestyle : ફળોનો રસ કે આખા ફળો, સ્વાસ્થ્ય માટે શું છે વધુ ફાયદાકારક? જાણો ડોક્ટરોની સલાહ


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: