ઘર ગમે તેટલું મોટું કે સુંદર હોય, પણ જો તેનો ફ્લોર (ભોંયતળિયું) ઝાંખો અને ગંદો દેખાતો હોય, તો આખા ઘરનો લુક બગડી જાય છે. તહેવારો હોય કે રોજિંદી લાઈફસ્ટાઈલ, ચમકતો ફ્લોર ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. બજારમાં મળતા મોંઘા અને કેમિકલયુક્ત ફ્લોર ક્લીનર્સ ઘણીવાર ટાઇલ્સની કુદરતી ચમક છીનવી લે છે. એવામાં, તમારા રસોડામાં જ હાજર કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ફ્લોરને એકદમ નવો જેવો ચમકાવી શકો છો.

ફ્લોરને સુપર શાઇની બનાવવાના નુસખા

૧. સફેદ વિનેગરનો જાદુ: નવશેકા ગરમ પાણીમાં અડધો કપ સફેદ વિનેગર મિક્સ કરીને પોતા (Mop) મારો. વિનેગર ટાઇલ્સ પર જામેલી જીદ્દી ગંદકી, ચીકાશ અને ડાઘ-ધબ્બાને મિનિટોમાં સાફ કરી નાખે છે. આ આરસપહાણ (માર્બલ) અને ટાઇલ્સ બંને માટે બેસ્ટ છે.

૨. ખાવાનો સોડા અને લીંબુ:  જો ફ્લોરના ખૂણાઓમાં પીળાશ કે કાળા ડાઘ પડી ગયા હોય, તો બેકિંગ સોડામાં થોડો લીંબુનો રસ ઉમેરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ડાઘ વાળી જગ્યા પર સ્ક્રબ કરો અને ૧૦ મિનિટ પછી લૂછી લો. ટાઇલ્સ ચમકી જશે.

૩. લિક્વિડ ડિશ સોપ અને ગરમ પાણી: લાદી પરથી તેલ કે ઘીની ચીકાશ દૂર કરવા માટે ગરમ પાણીની ડોલમાં થોડા ટીપાં વાસણ ધોવાના લિક્વિડ સોપના ઉમેરો. આનાથી લાદી ચીકણી નહીં થાય અને તેના પર એક સરસ શાઇન આવશે.

૪. રોક સોલ્ટ (સિંધાલૂણ અથવા જાડું મીઠું): પોતાના પાણીમાં બે ચમચી જાડું મીઠું ઉમેરીને ઘર સાફ કરો. વિજ્ઞાન અને વાસ્તુશાસ્ત્ર બંને મુજબ, મીઠાના પાણીથી પોતા મારવાથી ફ્લોરના બેક્ટેરિયા મરે છે અને ઘરમાંથી નકારાત્મક ઊર્જા પણ દૂર થાય છે.

૫. ફિનાઈલના બદલે એસેન્શિયલ ઓઈલ: કેમિકલ વાળી ફિનાઈલના બદલે લાદી લૂછવાના પાણીમાં લીમડાનું તેલ અથવા લેમનગાર્સ એસેન્શિયલ ઓઈલના થોડા ટીપાં નાખો. આનાથી ફ્લોર તો ચમકશે જ, સાથે ઘરમાં માખી-મચ્છર નહીં આવે અને આખું ઘર સુગંધિત થઈ જશે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

ફ્લોર પર ક્યારેય એસિડ કે હાર્ડ કેમિકલ ન વાપરો, તેનાથી ટાઇલ્સ કાયમ માટે ઝાંખી થઈ જાય છે. લાદી પર પાણી ઢોળાય કે તરત જ તેને સૂકા કપડાથી સાફ કરી લો, જેથી પાણીના ડાઘ ન પડે. અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર વિનેગરના પાણીથી પોતું ચોક્કસ કરો. આજકાલ ઘણા ઘરોમાં ગ્રેનાઈટની સ્ટાઇલશ ટાઈલ્સવાળા ફલોર હોય છે. ખાસ કરીને બાથરૂમમાં મેટફલોર પ્રકારના ટાઈલ્સ રાખવા જેથી સફાઈમાં સરળતા રહે અને પડવાનો ભય ના રહે.


આ પણ વાંચો : Clothes Wash Tips: જીન્સ કેટલી વાર ધોવા જોઈએ? વર્ષો સુધી નવું રાખવા માટે ફોલો કરો આ ટિપ્સ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )