ભારતીયો ફક્ત ઉત્સવપ્રિય નહીં પરંતુ સ્વાદના પણ શોખીન છે. તહેવારોમાં વિવિધતા છે તેમ ભોજન અને સ્વાદમાં પણ વિવિધતા પસંદ છે. ભલે, નૂડલ્સ અને પિઝા જેવા વિદેશી પકવાન હોય તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા મેગીના ભજિયાની જેમ ભારતીય ટચ મળે છે. ભજિયા, દાળવડાં જેવી વાનગી વાનગીઓમાં તેલનો ભરપૂર ઉપયોગ થાય છે. ખોરાકનો સ્વાદ વધારવા તેલનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેવું ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર નજર રાખતી દેશની સૌથી મોટી સંસ્થા FSSAI કહે છે.


વધુ પડતું તેલ ખાવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક

FSSAIના જણાવ્યા મુજબ સ્વાદના શોખીન ભારતીયો કેટલું અને કેવા પ્રકારનું તેલ ખાય છે તેમાં ધ્યાન રાખતા નથી. અને એટલે જ આજકાલ લોકોમાં ઉધરસ, વહેલા વાળ સફેદ થવા જેવી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાથી લઈને હાર્ટએટેક અને સ્ટ્રોક જેવી દુર્લભ બીમારીનું પ્રમાણ વધ્યું છે. વધુ પડતું તેલ ખાવાથી સ્વાસ્થ્યમાં અનેક સમસ્યાનું જોખમ રહે છે. આ તેલમાં કેલેરીનું પ્રમાણ વધુ હોવાથી કોલેસ્ટ્રોલ વધારે છે અને બ્લોકેજ, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા હૃદય રોગોનું જોખમ વધારે છે.  આ ઉપરાંત એકવાર ઉપયોગ કર્યા પછી તેલનો ફરી ઉપયોગ ના કરવો જોઈએ.

સ્વસ્થ રહેવા કરો આ તેલનો ઉપયોગ, FSSAI

સ્વસ્થ રહેવા ગુણવત્તાયુક્ત તેલ ખાવું જોઈએ. શક્ય બને ત્યાં સુધી કયારેય પણ એકવાર ઉપયોગ કર્યા પછી તેલનો ફરી ઉપયોગ ના કરવો જોઈએ તેવું FSSAI કહે છે. અને સ્વસ્થ રહેવા માટે રોજિંદા આહારમાં ઉપયોગ લેવાતા તેલની માત્રા અને ગુણવત્તા પર જરૂર ધ્યાન આપવું જોઈએ. કારણ કે પેક્ડ તેલ રિફાઇનિંગ અને ગુણવત્તા પરીક્ષણોમાંથી પસાર થયું હોવાથી ખુલ્લા તેલ કરતાં વધુ શુદ્ધ અને વિશ્વસનીય છે. રસોઈમાં બનતા કોઈપણ પ્રકારની વાનગી માટે પેકેજ્ડ તેલનો ઉપયોગ કરવો.  બજારમાં પાઉચ, બોટલ, કેન અથવા ટીનમાં ભરીને વેચાતું તેલ, જેમ કે રિફાઇન્ડ, સરસવ, સોયાબીન અથવા સૂર્યમુખી તેલ ઉપલબ્ધ છે. વનસ્પતિ તેલમાં ટ્રાન્સ ચરબીનું પ્રમાણ વધુ હોય છે જે સ્વાસ્થ્યને નુકસાન કરે છે.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: