પહેલાના સમયમાં લોકોને તાવ અને શરદી જેવી સામાન્ય સમસ્યાનો સામનો કરતા હતા. એક સમયે લોકોમાં હાર્ટએટેક અને કિડની સંબંધિત બીમારીઓ 50 અને 60 વર્ષે જોવા મળતી હતી. જ્યારે આજે 30 અને 40 વર્ષના લોકોમાં આ ગંભીર શારીરિક સમસ્યા જોવા મળે છે. આજ ખાનપાનની આદતો બદલાવવાના કારણે લોકોમાં બીમારીનું પ્રમાણ વધ્યું છે. જો રોજિંદી આદતોમાં સામાન્ય બદલાવ કરવામાં આવે તો બીમારીઓને દૂર રાખી શકીએ છીએ.


જીવનશૈલીમાં મોટો બદલાવ આવ્યો

આધુનિક જીવનશૈલીમાં, લોકો ખાવા-પીવાથી લઈને આલ્કોહોલ અને સોફટડ્રિંકસ જેવી વસ્તુઓને વધુ પસંદ કરવા લાગ્યા છે. આ ખરાબ ટેવો અપનાવવાના કારણે 20 વર્ષ જેવી નાની ઉંમર ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા જોવા મળે છે. રોજિંદી આ આદતો પર ધ્યાન આપવામાં ના આવે તો શરીર રોગોનું ઘર બની જાય છે. આપણે આ ટેવોને ખૂબ જ સામાન્ય રીતે લઈએ છીએ અને તેના કારણે, આપણને ખબર નથી પડતી કે આપણે ક્યારે બીમાર થવાનું શરૂ કરીએ છીએ. સ્વસ્થ રહેવા માટે આ ખરાબ આદતોને રોજિંદી દિનચર્યામાંથી દૂર કરવી જોઈએ. પહેલા એ જરૂર જાણો કે આદતો તમને બીમારી તરફ ધકેલે છે.

રોજિંદી ખરાબ આદતો, બીમારીનું કારણ

પાશ્ચાત્ય સંસ્કૃતિની ભારતના લોકોને વધુ અસર થઈ રહી છે. લેટ નાઈટ જાગવાનું, ફ્રેન્ડ સાથે રાતભર બહાર રહેવાનો જાણે ટ્રેન્ડ થયો છે. અને કેટલાક લોકો તો ઘરે પણ સતત સ્માર્ટફોનમાં વ્યસ્ત હોય છે. મોડી રાત સુધી ફોન પર વેબ સર્ફિંગ અને ચેટ કરે છે. મોડા સૂવવાના કારણે શરીરના કાર્ય ચક્રને ખલેલ પહોંચે છે. તો કેટલાક લોકો રાત્રે ઓશિકા પાસે ફોન રાખી સૂઈ જાય છે. અને સવારે ઉઠતાની સાથે જ ફોન જુએ છે.  લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરવાથી શરીર જકડાઈ જાય છે.  સતત બેસીને કામ કરવાના પેટ ફૂલવા લાગે છે અને પગના સાંધા પણ દુખે છે. સ્વાદના ચક્કરમાં ફૂડ કલ્ચર ખૂબ ખરાબ થયું છે. દરરોજ પીઝા, પાસ્તા અને બર્ગર જેવા જંક ફૂડ ખાવાની આદત અને તેની સાથે સોફટ ડ્રિંકસ. આ આદતોના આપણે શિકાર થઈએ છીએ તે ખબર પડતી નથી. અને કોઈ સમયે ગંભીર રોગના શિકાર થઈએ છીએ.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: