આજકાલ યુવાનોમાં હાર્ટએટેકનું જોખમ વધ્યું છે. કેટલાક કિસ્સામાં યુવાનો હાર્ટએટેકના કારણે મોત થયાની ઘટના પણ સામે આવી છે. તબીબ જગતમાં પણ યુવાનોમાં વધતા હાર્ટએટેકને લઈને સંશોધન હાથ ધરાયા છે. તબીબોનું માનવું છે કે આજકાલ યુવાનો વધુ ફિટ રહેવા પ્રોટીન સપ્લિમેન્ટ લઈ રહ્યા છે. અને મસલ્સ અને માચો મેન જેવો આકર્ષક દેખાવ કરવા જીમમાં વધુ સમય પસાર કરે છે. જીમમાં વધુ વર્કઆઉટ પહેલા યુવાનોએ શરીરની ચકાસણી કરવી જોઈએ.


હૃદયરોગનું જોખમ ટળશે

આરોગ્ય નિષ્ણાતો કહે છે કે યુવાનો સ્વસ્થ રહેવા વર્કઆઉટ કરે તે જરૂરી છે. પરંતુ વધુ પડતું વર્કઆઉટ કયારેક નુકસાન કરી શકે છે. એટલે તેમણે શરીરમાં થતા બદલાવને લઈને ખાસ ટેસ્ટ કરાવવા જોઈએ. જેથી બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ જેવી બાબતો વધુ ધ્યાનમાં આવી શકે.  જીમમાં જતા પહેલા આ ટેસ્ટ કરાવવા જોઈએ જેનાથી હૃદય સંબંધિત રોગોનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. જેથી આ ટેસ્ટનો રિપોર્ટ જોઈને રિપોર્ટ જોઈને, નિષ્ણાત તમારા હૃદયની સ્થિતિ જાણી શકે અને તમને યોગ્ય સૂચન કરી શકે.

વર્કઆઉટ પહેલા કરો આ પરીક્ષણ

આ ટેસ્ટમાં સૌ પહેલા ECG પરીક્ષણ છે. જેમાં હૃદયની વિદ્યુત પ્રવૃત્તિને માપે છે અને લયની અનિયમિતતા અને હૃદય રોગને ઓળખવામાં મદદ કરે છે. ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ એક આ શારીરિક પ્રવૃત્તિના સંદર્ભમાં કરવામાં આવતો હૃદય પરીક્ષણ છે. જ્યારે લિપિડ પ્રોફાઇલર અને બ્લડ સુગરકોલેસ્ટ્રોલના સ્તર અને બ્લડ સુગરની સ્થિતિ પર વધુ ધ્યાન આપવામાં આવતું નથી કારણ કે અકાળે થતી અસામાન્યતાઓ ધમનીઓને શાંતિથી નુકસાન પહોંચાડી શકે છે. આ ટેસ્ટથી તમે શરીરની યોગ્ય સ્થિતિ જાણી હૃદય રોગનું જોખમ ઘટાડી શકશો.


Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકો છો.

  • Follow us on: