સવારમાં નાસ્તામાં અનેક લોકો અલગ અલગ પ્રકારના પરોઠા ખાવાનું પસંદ કરતા હોય છે. આમ તો લોકોના મનમાં આવે કે વધારે ભાવે તો એ છે આલુ પરોઠા, એવું કહેવાય છે કે સવારના સમયે આલુ પરોઠા ખાવાથી વજન વધે છે. પરંતુ તમારે વેઇટ લોસ કરવુ છે અને પરોઠા પણ ખાવા છે તો આ રહ્યા એવા 4 પરાઠા જેનાથી તમારૂં પેટ પણ ભરાશે અને વેઇટ લોસ પણ થશે.


આ શાકભાજીથી બનેલા પરોઠાનું કરો સેવન

બ્રોકલી પરાઠા

બ્રોકલી પરોઠા હાઈ પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેને ખાવાથી શરીરને ઊર્જા મળે છે. બ્રોકલી પરોઠા બનાવવા માટે બ્રોકલીને બાફીને છીણો. તેમાં બારીક સમારેલી ડુંગળી, મરચાં, લસણ, આદુ અને ધાણા ઉમેરો. ઉપરથી મીઠું, અજમો અને કાળી મરી પાવડર ઉમેરો. હવે આ સ્ટફિંગ ભરીને સામાન્ય રીતે પરોઠા તૈયાર કરો.

મિક્સ વેજીટેબલ પરોઠા

તમારા મનપસંદ શાકભાજી ધોઈને સમારી લો. તેને પ્રેશર કૂકરમાં સારી રીતે બાફી લો. ઠંડા થયા પછી બધાં શાકને મેસ કરો અને તેમાં મસાલો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે લોટ બાંધીને જ્યારે લોટ મસમસતો અને નરમ બને ત્યાં સુધી તેને રહેવા દો. લોટને વણી લો અને તેમાં આ મિશ્રણ ઉમેરો. તેને ગોળ આકારમાં વણી લો. તવા પર ઘી ગરમ કરો અને વણેલો વેજીટેબલ પરાઠો મુકો. બંને બાજુથી શેકી લો. અથાણું અને દહીં સાથે ગરમાગરમ પીરસો.

ક્વિનોવા પરોઠા

એક મોટા વાસણમાં લોટ અને મીઠું મિક્સ કરો. જીરૂં, આદુ, લસણ અને મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તેમાં ક્વિનોવા ઉમેરો અને મિક્સ કરો. થોડું થોડું પાણી ઉમેરીને નરમ અને મસમસતો લોટ ગુંથી લો. હવે લોટમાંથી નાનાં નાનાં ભાગ લો અને હથેળી વચ્ચે દબાવીને ચપટાં કરો. ગોળ કે ત્રિકોણ આકારમાં વણી લો. તવો ગરમ કરો. વણેલા પરાઠાને તવા પર મુકો. થોડું ઘી નાખો અને બંને બાજુથી શેકો. અથાણું, ચટણી કે દહીં સાથે ગરમાગરમ પીરસો.

બીટરૂટ પરોઠા

બીટરૂટ પરોઠા હાઈ કાર્બ્સ, ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તેને બનાવવા માટે બીટરૂટને છીણી. તેમાં બારીક સમારેલી ડુંગળી, મરચાં અને ધાણા ઉમેરો. ઉપરથી મીઠું અને જીરું પાવડર ઉમેરો. હવે તેને મેશ કરીને તૈયાર કરો. પછી આ સ્ટફિંગને પરોઠામાં ભરો અને હેલ્ધી પરોઠા તૈયાર કરો.તમારે તમારા નાસ્તામાં આ પરાઠાની રેસીપી જરૂરથી એડ કરવી જોઇએ.


  • Follow us on: