જયારે પણ ઠંડીમાં ટેસ્ટી ખાવાનું મન થાય તો ચણા-પૂરી, અથવા રાજમા લોકોને યાદ આવે. રાજમા અને ભાત ઉત્તરભારતની સ્વાદિષ્ટ વાનગી છે. પહાડી પ્રદેશોમાં લોકો રાજમા અને ભાત ખાવાનો આનંદ લે છે. પરંતુ જો તમે રાજમાની વાનગીમાં ટ્વીસ્ટ લાવા માગા છો તો આ વાનગી ટ્રાય કરો. રાજમા બીન્સનો ઉપયોગ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ અને અનોખી વાનગીઓ બનાવવા માટે પણ થઈ શકે છે. કંઈક અલગ, સ્વાદિષ્ટ અને સ્વસ્થ બનાવવા તમે રાજમા મલાઈ કરીની વાનગી ટ્રાય કરો. શિયાળામાં નાન અને પરાઠા સાથે આ વાનગી ખાવાની ખૂબ મજા આવશે.

રાજમા મલાઈ માટેની સામગ્રી

  • રાજમા - 1 કપ, આખી રાત પલાળેલા
  • ડુંગળી - 2 બારીક સમારેલી
  • ટામેટાં - 2, પ્યુરી કરેલા
  • આદુ-લસણની પેસ્ટ - 1 ચમચી
  • ફ્રેશ ક્રીમ અથવા મલાઈ - અડધો કપ
  • લીલા મરચાં - 1 બારીક સમારેલું
  • જીરું - 1 ચમચી
  • હળદર પાવડર - અડધી ચમચી
  • લાલ મરચું પાવડર - 1 ચમચી
  • ધાણા પાવડર - 1 ચમચી
  • ગરમ મસાલો - અડધી ચમચી
  • મીઠું - સ્વાદ મુજબ
  • તેલ અથવા ઘી - ૨ ચમચી
  • કોથમીરના પાન - સજાવટ માટે

રાજમા મલાઈ કરી બનાવવાની રીત:

રાજમા મલાઈ કરી બનાવવા માટે, સૌપ્રથમ પલાળેલા રાજમાને પ્રેશર કુકરમાં મૂકો. તેમાં મીઠું અને પાણી ઉમેરો અને 4 થી 5 સીટી સુધી ઉકાળો. ખાતરી કરો કે રાજમા સંપૂર્ણપણે નરમ થઈ ગયા છે. આ પછી, એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરો, તેમાં જીરું ઉમેરો અને તેને તતડવા દો. તેમાં બારીક સમારેલી ડુંગળી ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. પછી આદુ-લસણની પેસ્ટ ઉમેરો અને 1 મિનિટ માટે રાંધો. હવે તેમાં ટામેટાની પ્યુરી ઉમેરો અને તેને બરાબર પાકવા દો. જ્યારે તેલ મસાલામાંથી અલગ થવા લાગે, ત્યારે તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને મીઠું ઉમેરીને મિક્સ કરો. પછી, મસાલાને ધીમા તાપે 3 થી 4 મિનિટ સુધી રાંધો. પછી, બાફેલા રાજમાને મસાલામાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. જો જરૂર પડે તો, થોડું ઉકાળેલું પાણી ઉમેરો. તેને ધીમા તાપે ૮ થી ૧૦ મિનિટ સુધી રાંધવા દો જેથી મસાલા રાજમામાં ભળી જાય. હવે તેમાં ફ્રેશ ક્રીમ અથવા મલાઈ ઉમેરો અને ધીમેથી મિક્સ કરો. પછી, ગરમ મસાલો ઉમેરો અને 2 મિનિટ સુધી રાંધો. ગેસ બંધ કરો અને કોથમીરથી સજાવો.


આ પણ વાંચો : Health Tips : સાવધાન! શું તમે પણ પ્રોટીન માટે સોયા ચંક્સ ખાઓ છો? નિષ્ણાતોએ તેને ગણાવ્યું જંક ફૂડ કરતા પણ વધુ જોખમી


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )