ગુજરાતમાં તહેવારોની ઉજવણી થઈ રહી છે. રક્ષાબંધન, 15 ઓગસ્ટ અને હવે ગણેશ ચતુર્થીના તહેવાર આવશે. તહેવાર દિવસોમાં ઘરે મહેમાનનું આગમન થાય છે. ત્યારે કઈ વાનગી બનાવું કે મહેમાનું થાય ખુશ. અત્યારે પારંપરિક વાનગીઓને ટ્વીસ્ટ કરવાનો ટ્રેન્ડ છે. મોટાભાગે પહેલા લોકો મહેમાન આવે ત્યારે ચણા-પુરી અને પાઉભાજી બનાવતા હતા. તમે આ ટ્રેન્ડમાં બદલાવ લાવી છોલે-કુલચે બનાવી શકો છો. આજે તમને છોલે બનાવવાની સરળ રીત જણાવીશું.
છોલે બનાવવા માટે સામગ્રી: આ વાનગીને ગરમ મસાલો વધુ સ્વાદિષ્ટ બનાવે છે. તમે ગરમ મસાલા માટે 1 તમાલપત્ર, 1 તજ, 2 ઈલાઇચી, 5 લવિંગ, 5 મરી ના દાણા લો. આ ઉપરાંત લીલા મરચાં, કોથમીર, લીંબુ, કસૂરી મેથી, મીઠું, હળદર, લાલ મરચું, સ્વાદ મુજબી મીઠું અને તેલ













