ચોમાસામાં બીમારીથી દૂર રહેવા પૌષ્ટીક આહાર જરૂરી છે. જો તમે સાંજના નાસ્તામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટીક વાનગીને લઈને ચિંતિત છો. તો તમારી આ ચિંતા દૂર થઈ ગઈ છે. મખાના એક સુપરફૂડ છે અને તેમાંથી બનતી વાનગી ખાવાથી હેલ્થમાં ડબલડોઝ મળશે. આજે તમને પોષણથી ભરપૂર સોજી મખાના ટીક્કીની વાનગીની સરળ રેસીપી જણાવીશું.


સોજી મખાના ટીક્કી માટે સામગ્રી:

આ વાનગીને સ્વાદિષ્ટ બનાવવા ઝીણા સમારેલા લીલા મરચાં અને કોથમીર, સ્વાદ મુજબ મીઠું અને ગરમ મસાલાનો ઉપયોગ કરો.

  • 1 કપ સોજી
  • 1 કપ શેકેલા મખાના
  • 2 બાફેલા બટાકા
  • 1 નાનો ટુકડો આદુ
  • 1 ચમચી લીંબુનો રસ
  • ટી સ્પૂન કાળા મરી પાઉડર
  • શેલો ફ્રાય માટે તેલ

સોજી મખાના ટીક્કી બનાવવાની રીત :

  • આ પૌષ્ટીક વાનગી બનાવવા પહેલા બટાકાને કૂકરમાં બાફી લો. પછી સોજીને એક કઢાઈમાં ઘી અથવા તેલ નાખી શેકી લો. જેથી તેમાં રહેલ ભેજ દૂર થશે. સોજી શેકતા હળવી સુંગધ આવવા લાગે ત્યારે તેમાં 1 થી 1.5 કપ પાણી ઉમેરી ઉપમા જેવી પેસ્ટ તૈયાર કરો. પછી સોજીનું આ મિશ્રણ ઠંડુ કરવા મૂકી દો.
  • ત્યારબાદ બીજા વાસણમાં મખાનાને શેકી લો. અને તે શેકાયા બાદ તેને મિકસરમાં અધકચરા ક્રશ કરો. પછી એક વાસણમાં પહેલા સોજીનું મિશ્રણ નાખ્યા બાદ તેમાં મખાનાનો અધકચરો પાઉડર નાખો.
  • ત્યારબાદ બાફેલા બટાકા અને લીલા મરચાં, આદુ, કોથમીર, મીઠું અને ગરમ મસાલા સહિત બધા મસાલા નાખી દો. આ બધી વસ્તુઓને સારી રીતે મેશ કરો જેથી એકસરખું મિશ્રણ તૈયાર થાય. જો મિશ્રણ ખૂબ ભીનું લાગે, તો તેમાં બ્રેડક્રમસ ઉમેરી શકો છો.
  • હવે હાથમાં થોડું તેલ લગાવી આ મિશ્રણના ગોળા લો અને તેને ટિક્કી જેવો આકાર આપો. આ રીતે બધી ટિક્કી એક જ સાઈઝની બનાવો. પછી તવા અથવા નોન-સ્ટીક થોડું તેલ ગરમ કરી મધ્યમ તાપે તમામ ટિક્કીને શેલો ફ્રાય કરી લો.
  • અને આ જ્યારે એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય, ત્યારે તેને પલટાવીને બીજી બાજુ પણ ફ્રાય કરો. તૈયાર થઈ ગઈ તમારી ક્રિસ્પી અને ગોલ્ડન સોજી મખાના ટિક્કી. આ ટિક્કીરને તમે કોથમીરની લીલી ચટણી, આમલી અને ખજૂરની ગળી ચટણી અથવા દહીં સાથે પણ ખાઈ શકો છો.

  • Follow us on: