નાસ્તામાં મોટાભાગે ભજીયા, પકોડા અને સમોસા અને પૌંખા જેવી વાનગીઓ બને છે. પૌંઆ હેલ્ધી વાનગીના ઓપ્શન હોય ત્યારે પૌંઆ બેસ્ટ છે. અને સ્વાદિષ્ટ વાનગી માટે દાળવડા, સમોસા જેવા ફરસાણ વરસાદી દિવસોમાં લોકોની પ્રિય વાનગી છે. પરંતુ વારંવાર આ વાનગીઓ ખાઈને તમે કંટાળી ગયા હોવ તો ચીઝ કોર્ન સેન્ડવીચ નાસ્તાનો બેસ્ટ વિકલ્પ છે.


ચીઝ કોર્ન સેન્ડવીચ બનાવવા માટે સામગ્રી

તમે આ વાનગીમાં સ્વાદ પ્રમાણે મીઠું, કાળા મરી અને ચાટ મસાલાનો ઉપયોગ કરો. અને વધુ સ્વાદિષ્ટ બનાવવા બજારમાં મળતો મેગી મસાલો પણ લઈ શકો છો.

  • 4 સ્લાઇસ બ્રાઉન બ્રેડ
  • 1 કપ બાફેલા સ્વીટ કોર્ન
  • ½ કપ છીણેલું પ્રોસેસ્ડ ચીઝ
  • 1 ડુંગળી ઝીણી સમારેલી
  • 1 ટામેટું ઝીણું સમારેલું
  • ½ કેપ્સિકમ ઝીણું સમારેલું
  • 1 ચમચી માખણ
  • 1 ચમચી મેયોનેઝ

ચીઝ કોર્ન સેન્ડવીચ બનાવવાની રીત:

  • ફક્ત 10 મિનિટમાં જ આ વાનગી બનશે. આ કોર્ન સેન્ડવીચ બનાવવા એક બાઉલમાં મકાઈ, ડુંગળી, ટામેટું, કેપ્સિકમ મિક્સ કરો. ત્યારબાદ તેમાં છીણેલું ચીઝ, મીઠું અને કાળા મરી નાખી આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી હલાવી લો પછી. બજારનો ટેસ્ટ લાવવા આ મિશ્રણમાં થોયું મેયોનેઝ ઉમેરો.
  • હવે બ્રેડના ટુકડા પર માખણ લગાવી મેયોનેઝ વાળા મિશ્રણનું ક્રિમી લેયર સારી રીતે ફેલાવો. ત્યારબાદ ઉપર બીજી બ્રેડ સ્લાઈસ મૂકી આ સેન્ડવીચને તમે એક પેનમાં અથવા કઢાઈ પર બટર મૂકી શેકી લો. બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી સેન્ડવીચને કૂક કરી લો.
  • જો તમારી પાસે સેન્ડવીચ ટોસ્ટર હોય તો પછી કોર્ન સેન્ડવીચને તેમાં 10 મિનિટ મૂકી દો. તૈયાર થઈ ગઈ તમારી ચીઝ કોર્ન સેન્ડવિચ. આ સેન્ડવીચને બે ભાગમાં કાપીને ચટણી અથવા કેચઅપ સાથે ખાઈ શકો છો.
  • બાળકો માટે આ સેન્ડવીચ વધુ ટેસ્ટી બનાવવા તમે બજારમાં મળતી તૈયાર ચીઝની સ્લાઈસ પણ મૂકી શકો છો. આ વાનગી ઝડપથી તૈયાર થશે થશે અને તેનો સ્વાદ એટલો અદ્ભુત છે કે બાળકોથી લઈને મોટા લોકો સુધી દરેકને તે રાત્રિના ડિનર અને નાસ્તા તરીકે ચોક્કસ પસંદ આવશે. બાળકોના ટિફિનમાં પણ તે આપી શકશો. 

  • Follow us on: