શ્રાવણ મહિનાના ઉપવાસમાં શું તમે સાબુદાણાની ખીચડી ખાઈને કંટાળી ગયા છો. તો જરૂર આ રેસીપી તમારા માટે છે. ઉપવાસના દિવસોમાં બટાકાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. બટાકામાંથી પેટીસ અને પરોઠા જેવી જુદી-જુદી વાનગી બને છે. આજે તમને બટાકામાંથી બનતી એક નવી વાનગીની રેસીપી જણાવીશું. બટાકાના શોખીનોને આ વાનગી જરૂર પસંદ આવશે.


ફરાળી બફવડા

આજે તમને ફરાળી બફવડાની વાનગની રેસીપી જણાવીશું. ખાવાના શોખીનો માટે આ વાનગી ફરસાણની ગરજ સારશે. એટલે કે જો તેમને ભજીયા અને દાળવડાં યાદ આવતા હોય તો ફરાળી બફવડા ખાશો તો ફરસાણ યાદ નહી આવે.

ફરાળી બફવડાની સામગ્રી: અંદર સ્ટફિંગ માટે તમારે 1/2 કપ શીંગદાણા, 1/2 કપ સમારેલી કોથમીર, 2 ચમચી ઝીણા સમારેલા મરચાં, 1 ચમચી છીણેલું આદુ, 1 ચમચી મરીનો ભૂકો, 1 ચમચી શેકેલા જીરું નો ભૂકો અને 1 ચમચી લીંબુનો રસ તેમજ સ્વાદ મુજબ સિંધવ મીઠું અને 1 ચમચી ખાંડનો ઉપયોગ કરવો.

  • 500 ગ્રામ બાફેલા બટાકા
  • 1/2 કપ ફરાળી લોટ
  • 1 ચમચી મરી પાઉડર
  • 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ
  • ફરાળી બફવડા ખાઈ ઉપવાસ કરવાનું થશે મન
  • ફરાળી બફવડા બનાવવાની સરળ રીત

ફરાળી બફવડાની બનાવવાની રીત :

  • આ વાનગી બનાવવા સૌ પ્રથમ બટાકાને કૂકરમાં બે સીટી વગાડી બાફી લો. પછી બટાકા ઠંડા થાય એટલે તેની છાલ કાઢી માવો મસળી લો. તમે બટાકાને છીણી પણ સરસ માવો બનાવી શકો છો. પછી તમામ મીઠું, મરી અને આદું મરચાં સહિતના તમામ મસાલા નાખી ફરાળી લોટ બરાબર મિક્સ કરી લો.
  • કૂકરમાં બટાકા બાફવા મૂકો ત્યારે બીજી બાજુ સ્ટફિંગ માટેની સામગ્રી તૈયારી કરો. આ માટે એક મિક્સર જારમાં શીંગદાણા અધકચરા ક્રશ કરો. પછી તેમાં આદુ,મરચાં, કોથમીર, લીંબુનો રસ, જીરું મરી નો ભૂકો અને ચપટી ખાંડ તેમજ સિંધવ મીઠું નાખી ફરી એક વખત મિક્સી ચાલુ કરો. આ સ્ટફિંગ તમારે અધકચૂર રાખવાનું છે તેનો પાઉડર નથી બનાવવાનો.
  • સિંગદાણાનું સ્ટફિંગ તૈયાર થઈ જાય એટલે નાની સાઈઝના ગોળા વાળી લો જેથી બટાકાના માવામાં ભરવામાં સરળતા રહે. આમ કર્યા બાદ બટાકા નો માવો લઈ તેમાં સ્ટફિંગના ગોળા મૂકી ફરી નાના ગોળો વાળી લો. બટાકાના આ ગોળાને કોઈપણ ફરાળી લોટ સિંગોડા અથવા તો રાજગરાના ઝીણા લોટમાં રગદોળી લો. એક કડાઈમાં તળવા જેટલુ તેલ ગરમ કરવા મૂકો. આ તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને બટાકાવડાની જેમ આ વડાને સાવચેતીથી તળી લો.
  • તૈયાર થઈ ગયા તમારા ફરાળી બફવડા. આ બફવડાને તમે મસાલા દહીં અથવા કોથમીર અને ખજૂરની ચટણી સાથે ખાઈ શકો છો.

  • Follow us on: