ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ મંદિરોમાં બમ..બમ.ભોલેના નાદ સંભળાશે. વહેલી સવારથી શિવભક્તો મંદિરમાં ભોલેનાથના દર્શન કરવા ઉમટી પડશે. આ દિવસોમાં અનેક શિવભક્ત આખો મહિનો ઉપવાસ કરતા હોય છે. તેઓ આ દિવસોમાં ફરાળી ભોજનનું સેવન કરી પોતાની ભક્તિ દર્શાવે છે.


ફરાળી લોટ બનાવવાની સરળ રીત

ઉપવાસના દિવસોમાં ચોક્કસ પ્રકારના આહારનું ભોજન કરાતું હોય છે. જો તમે પણ ફરાળી ભોજન લઈ શ્રાવણ મહિનો કરવાનો હોય તો આ બાબત જરૂર ધ્યાનમાં રાખો. તમે ફરાળી લોટમાંથી બનતી જુદી-જુદી વાનગીઓ આ દિવસોમાં ભોજનમાં ખાઈ શકો છો. ફરાળી લોટમાંથી તમે જુદી-જુદી વાનગી બનાવી શકો છો. ઉપવાસના દિવસોમાં બજારનો ફરાળી લોટ ના લેવો હોય તો આ સરળ રીતે તમે ઘરે પણ ફરાળી લોટ બનાવી શકો છો.

ફરાળી લોટ માટેની સામગ્રી :- રોટલી બનાવવા માટે તેને ઘરની ઘંટીમાં દળવો અથવા બહાર ઘંટીમાં પણ આપી શકો છો.

  • 1/3 કપ મોરૈયો
  • 1/4 સાબુદાણા
  • 1/2 કપ રાજગરાનો ઝીણો લોટ
  • 3 ટેબલ સ્પૂન સિંગોડાનો લોટ

ફરાળી લોટ બનાવવાની રીત :-

  • આ ફરાળી લોટમાંથી તમે રોટલી, ભાખરી, પરોઠા અને સમોસા અને સુખડી જેવી વાનગી પણ બનાવી શકો છો. આ લોટ બનાવવા માટે સૌ પ્રથમ મૌરેયાને મિક્સરમાં ક્રશ કર્યા બાદ ચાળી લો. પછી તેને એક બાઉલમાં અલગથી કાઢી લો. ત્યારબાદ મિકસરમાં સાબુદાણા ક્રશ કરો અને પછી તેને પણ ચાળી લો. સાબુદાણાના આ પાઉડરને પણ બાઉલમાં કાઢી લો.
  • હવે એક બાઉલમાં તમે પહેલા મોરૈયાનો લોટ નાખો પછી તેમાં સાબુદાણાનો, ત્યારબાદ રાજગરાનો લોટ અને પછી સિંગોડાનો લોટ નાખી બરાબર રીતે મિક્સ કરો. લો, તૈયાર થઈ ગયો તમારો ફરાળી લોટ. તમે આ ફરાળી લોટને એરટાઈટ વાસણમાં ભરો જેથી તેમાં હવા ના લાગે. અથવા તમે આ લોટને ફ્રિજમાં પણ મૂકી શકો છો.
  • ઘરમાં ફરાળી લોટનો વધુ ઉપયોગ થતો હોય તો આપેલ સામગ્રીનું પ્રમાણ વધારી આ જ રીતે મિકસરમાં ક્રશ કરી લોટ બનાવો. પછી તેને એરટાઈટ ડબ્બામાં બંધ કરી 6 મહિના સુધી આ લોટને સાચવી શકાય છે.
  • આ ત્રણેય લોટ શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકરક છે. ઘણા લોકો વજન ઘટાડવામાં, ડાયાબિટીઝમાં, હેર અને સ્કિનને હેલ્ધી રાખવામાં તેમજ હૃદયને સ્વસ્થ રાખવા ઉપવાસના દિવસ સિવાય પણ તેનો ઉપયોગ કરતા હોય છે.

  • Follow us on: