Potato Curd Recipe:

ગુજરાતમાં હવે થોડા દિવસોમાં જ શ્રાવણ મહિનાની શરૂઆત થશે. લોકો આ મહિનામાં એકટાણું અથવા જન્માષ્ટમી સહિતના ઉપવાસ કરતા હોય છે. ઉપવાસના દિવસોમાં બટાકાની સૂકીભાજી તેમજ સાબુદાણા, મૌરેયાની ખીચડી સહિતની વિવિધ પ્રકારની વાનગી ઉપવાસમાં ખવાતી હોય છે. આ તમામમાં બટાકાનો ઉપયોગ થાય છે. ઉપવાસ દરમિયાન બટાકાનું સેવન ખૂબ જ સામાન્ય છે

ઉપવાસમાં બનાવો આ વાનગી

આજે તમને ઉપવાસમાં ખવાતી એક વધુ વાનગીની રેસેપી જણાવીશું. બટાકાની બનેલી આ વાનગી તમે ઉપવાસમાં અજમાવી શકો છો. જો તમે પણ ઉપવાસ માટે એક સરળ અને સરળ રેસીપી શોધી રહ્યા છો તો આ વાનગી જરૂર બનાવો. એકવાર આ વાનગી ખાધા પછી વારંવાર બનાવશો. આ વાનગી બનાવવી બહુ સરળ છે. 

દહીં આલુ (બટાકા) બનાવવા માટે સામગ્રી:  આ વાનગીમાં તમે જરૂરિયાત મુજબ મીઠું, ઝીણાં સમારેલા લીલા મરચાં અને કોથમીરની સામગ્રી લેવી. ઘણા લોકો ઉપવાસમાં મીઠાના બદલે સિંધવ મીઠુંનો ઉપયોગ કરે છે. તમે રેસીપીમાં તેનો ઉપયોગ કરી શકો છો.

  • બટાકા - 3 થી 4
  • દહીં - 1 કપ
  • ઘી - 2 ચમચી
  • જીરું - 1 ચમચી
  • કાળા મરી પાવડર - અડધી ચમચી

દહીં આલુ (બટાકા) બનાવવાની રીત:

  • આ વાનગી બનાવવા બટાકાને કૂકરમાં બાફી દો. બટાકા બફાઈ જાય પછી તેના મધ્યમ ટુકડા કરો. હવે એક કઢાઈમાં બે ચમચી ઘી ઉમેરી સાધારણ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. જીરું તતડે એટલે તેમાં ઝીણાં સમારેલા લીલા મરચાં ઉમેરો.
  • પછી તેને હળવા હાથે શેકયા બાદ તેમાં બાફેલા બટાકાના ટુકડા ઉમેરી સાધારણ સાંતળી લો. આ
  • બટાકા સંતળાઈ જાય ત્યારે તેમાં સિંધવ મીઠું અને કાળા મરીનો પાવડર સારી રીતે મિક્સ કરો.
  • હવે આ બટાકામાં દહીં નાખો. યાદ રાખો કે દહીં નાખતા પહેલા તેને સારી રીતે ફેંટી લેવું. બાફેલા બટાકામાં દહીં ઉમેર્યા બાદ તેને ધીમા તાપે રાંધો. આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો. જો તમારે રસાદાર શાક બનાવવું હોય તો તમે તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરી શકો છો.
  • અને જો પાણી ઉમેરો તો થોડી વાર રાંધો અને જ્યારે તે થોડું ઘટ્ટ થાય ત્યારે તેમાં ઉપરથી ઝીણી સમારેલી કોથમીર નાખો. બટાકાનું આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.
  • ઉપવાસમાં સામાન્ય રીતે લોકો બટાકાની સૂકી ભાજી બનાવી તેની સાથે દહીં લેતા હોય છે. જો કે આ વાનગીમાં બટાકાનું દહીંવાળુ રસાવાળું શાક તૈયાર થતા ભોજનનો સ્વાદ વધશે. તમે રાજગરાના ભાખરી અથવા પૂરી સાથે આ શાક ખાઈ શકો છો.

  • Follow us on: