વરસાદી સિઝનમાં ખાવાના શોખીનોને ગોટા, ભજીયા અને દાળવડાં ખાવાનું મન થાય છે. જો કે વરસાદની સાથે બીમારી પણ આવે છે. ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાતા માખી અને મચ્છર થતા વાયરસ ફેલાય છે. અને ડેન્ગન્યુ તેમજ સામાન્ય તાવ અને શરદી જેવી બીમારી થાય છે. આ સિઝનમાં ઘણા લોકો બહારનું ખાવનાનું ટાળતા હોય છે. ઘરમાં તમે અવનવી વાનગી બનાવી ભોજનનો આનંદ લઈ શકો છો. લારી પર મળતી પકોડી અને પાપડી ચાટ ખાવાનું અનેક લોકો પસંદ હોય છે. પરંતુ વરસાદી સિઝનમાં બીમારીના ડરથી ખાવાનું ટાળે છે. આજે તમને ઘરે લારીમાં મળતી ચટપટી પાપડી ચાટ બનાવવાની રેસીપી જણાવીશું.


પાપડી ચાટ બનાવવાની સામગ્રી : 

તમે સ્વાદ મુજબ મીઠું અને ઉપર શો કરવા માટે ઝીણી કોથમીર ઉમેરો.

  • 1 પેકેટ - ચાટ પૂરી
  • 1 નંગ - બટાકા
  • 1 નંગ - ડુંગળી
  • 1 નંગ - ટામેટાં
  • 1 બાઉલ - દાડમ નાં દાણા
  • 2 ચમચી - ગળી ચટણી
  • 2 ચમચી - ગ્રીન ચટણી
  • 1 ચમચી - લસણ ની ચટણી
  • 1 ચમચી - ચાટ મસાલો
  • 1 ચમચી - કાશ્મીરી મરચું
  • 1/2 ચમચી - જીરું પાઉડર
  • સ્વાદ મુજબ - મીઠું
  • 1 બાઉલ - નાયલોન સેવ

પાપડી ચાટ બનાવવાની રીત

  • ચટપટી ચાટ બનાવવા સૌ પ્રથમ બટાકા બાફી દો. બટકા બફાઈ જાય પછી તેને ઝીણા સમારી લો. ત્યાર બાદ ડુંગળી અને ટામેટાં પણ ઝીણાં સમારી લો. પાપડી ચાટને સ્વાદિષ્ટ બનાવવા દાડમનાં દાણા ફોલી રાખો.
  • પાપડી ચાટ બનાવવા માટે, પાપડીની પુરી મુખ્ય સામગ્રી છે.  તમે આ ચાટ પૂરી ઘરે પણ બનાવી શકો છો.  બાઉલમાં ઝીણાં શાક મિક્સ કર્યા બાદ બીજી બાજુ તમે લીલી ચટણી, લસણ અને આંબલી અને ગોળની ગળી ચટણી તૈયાર કરો. તમે આ ત્રણેય ચટણી અગાઉથી બનાવીને ફ્રિજમાં રાખી શકો છો. આમ કરવાથી તમારા સમયની બચત પણ થશે.
  • પાપડી ચાટ માટે એક બાઉલમાં ઝીણાં સમારેલા બટાકા, ડુંગળી અને ટામેટાં લઇ તેમાં જરૂરિયાત મુજબ મીઠું, મરચું, ચાટ મસાલો અને જીરું પાઉડર નાંખીને બરાબર રીતે મિક્સ કરો.
  • હવે એક ડીશમાં ચાટ પૂરી ગોઠવી દો. પછી આ પૂરી પર તમે મિક્સ કરેલા શાકનું મિશ્રણ મૂકો. ત્યારબાદ તેની ઉપર લીલી ચટણી, લસણ અને ગળી ચટણી લગાવી દો.પછી તેની ઉપર દાડમ નાં દાણા, ઝીણી સેવ, લીલા ધાણા નાંખી વાનગીનો આનંદ લો.

  • Follow us on: