વરસાદ સાથે મેથીના ગોટાં અને દાળવડાં જેવા નાસ્તાનું કોમ્બિનેશન છે. વરસાદ આવે કે તરત જ આ ફરસાણી નાસ્તાની યાદ આવી જાય છે. ગુજરાતી ઘરોમાં વરસાદ આવતા જ ભજીયા અને પકોડા બનવા લાગે છે. મોટાભાગના લોકોને દાળવડાં વધુ પસંદ આવતા હોય છે. પરંતુ આજના બાળકોને ફરસાણના આ નાસ્તા ગમતા નથી. વરસાદમાં બાળકોને સાંજે કંઈક નવું આપવું હોય તો તમે મન્ચુરિયન પકોડા બનાવો. આ પકોડામાં અનેક શાકભાજી આવતા હોવાથી તે બાળકો માટે પૌષ્ટિક પણ રહેશે. મન્ચુરિયન પકોડા બનાવવા માટે તમે તેમાં મનપસંદ શાક ઉમેરી શકો છો.

મંચુરિયન પકોડા બનાવવા માટેની સામગ્રી :

આ પકોડા બનાવવા માટે તમારે સોયા સોસ, ચીલી સોસ, ટામેટા કેચઅપ, ચમચી લસણની પેસ્ટ, સમારેલું લીલું મરચું અને સરકો એક ચમચી લેવાનો રહેશે. જ્યારે પકોડા પોચા થયા માટે ફક્ત ચપટી ખાવાનો સોડાનો ઉપયોગ કરવો. આ ઉપરાંત તળવા માટે જરૂરિયાત મુજબ તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું રહેશે.

  • 1 કપ સમારેલી કોબીજ
  • 1/2 કપ છીણેલું ગાજર
  • 1/4 કપ લીલી ડુંગળી
  • 1/4 કપ કેપ્સિકમ
  • 1/2 કપ ડુંગળીના ટુકડા
  • 1/5 કપ બીટ
  • 1/2 કોર્ન ફલોર
  • 4 ચમચી મકાઈનો લોટ
  • 3 ચમચી ચોખાનો લોટ

મંચુરિયન પકોડા બનાવવા માટેની રીત

  • આ પકોડા બનાવવા તમે સૌ પ્રથમ કોબી, ડુંગળી, કેપ્સિકમ, ગાજર અને લીલી ડુંગળીને અને બીટ એમ બધા શાકભાજીને એકદમ નાના (ઝીણા) સમારી લો. શાકભાજી સમારી લીધા બાદ એક બાઉલમાં બધા શાક નાખો. તમને શાકભાજી નાના કાપવામાં સમય લાગે તો તમે તેની છીણી પણ શકો છો. ત્યારબાદ જે બાઉલમાં તમામ શાકભાજી મિક્સ કર્યા હોય તેમાં કોર્ન ફલોર, ચોખાનો લોટ અને મકાઈનો લોટ ઉમેરો.
  • આ બધી વસ્તુઓને શાકભાજી સાથે સારી રીતે મિક્સ કરો. ત્યાર પછી, આ મિશ્રણમાં સોયા સોસ, ટામેટાની ચટણી, મરચાંની ચટણી અને લસણની પેસ્ટ ઉમેરો. અને પછી સ્વાદ મુજબ ખાવાનો સોડા અને મીઠું ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. પછી તમે આ તૈયાર મિશ્રણની મદદથી નાના નાના ગોળા બનાવતા રહો. આ પછી, એક કડાઈમાં તેલ મૂકો અને તેને મધ્યમ આંચ પર ગરમ કરો.
  • પછી મંચુરિયન પકોડાને ગરમ તેલમાં નાખો અને મધ્યમ તાપ પર સોનેરી થાય ત્યાં સુધી તળો. હવે તમારા ક્રિસ્પી મંચુરિયન પકોડા તૈયાર છે. આ પકોડાને તમે ટોમેટો કેચઅપ અથવા ચટણી સાથે ગરમાગરમ ખાશો તો વાનગીનો આનંદ વધશે. જો કે વરસાદના દિવસોમાં ગરમ ​​ચા અને લીલી ચટણી સાથે આ પકોડા ખાવાની વધુ મજા આવશે.

  • Follow us on: