ઉપવાસમાં બટાકા અને મખાનાનું સેવન કરવામાં આવતું હોય છે. બટાકાનો વિવિધ વાનગીમાં મખાનાને રોસ્ટ કરીને ખાતા હોય છે. ઉપવાસમાં નિશ્ચિત પ્રકારની વસ્તુઓ જ ખાવામાં ઉપયોગમાં લેવાના કારણે શરીરમાં સોડિયમ ઓછું થાય છે. શરીરમાંથી મીઠું ઓછું થતા મોટાભાગના લોકોને નબળાઈ અને થાક લાગે છે. ઉપવાસમાં શરીરની ઉર્જા જળવાઈ રહે માટે આજે બટાકા અને મખાનામાંથી બનતી સ્વાદિષ્ટ વાનગીની રેસેપી તમને જણાવીશું.


ઉપવાસ દરમિયાન ટ્રાય કરો બટાક અને મખાનાની આ શાકભાજી

બટાકા અને મખાનાનું શાક બનાવવા માટે સામગ્રી:

મખાના, બાફેલા બટાકા, ઘી અથવા મગફળીનું તેલ, કાળા મરી, આ ઉપરાંત સ્વાદ માટે સિંધવ મીઠું અને, જીરું, લીલા મરચાં અને કોથમીરની સામગ્રી લો. તમે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાત મુજબ બટાકા અને મખાનાની સામગ્રી લો. તમે 2 બટાકાની સામે 1 કપ મખાના પણ લઈ શકો છો. અથવા તો મખાના ઓછા પસંદ હોય તો અડધી વાટકી મખાના લઈ શકો છો.

બટાકા અને મખાનાનું શાક બનાવવા માટેની રીત

  • આ વાનગી બનાવવા સૌ પ્રથમ બટાકા બાફી લો. બટાકા બફાય ત્યાં સુધી કઢાઈ અથવા પેનમાં 1 ચમચી ઘી નાખો. પછી તેમાં ધીમા તાપે મખાના સાંતળી લો. જેથી તેમાં રહેલ ભેજ દૂર થાય અને કડક થાય. તમે 4 થી 5 મિનિટ અથવા તો વાતાવરણમાં વધુ ભેજ હોય તો થોડો વધુ સમય એટલે કે તે ક્રિસ્પી થાય ત્યાં સુધી મખાના સાંતળો.
  • મખાના સંતળાઈ જાય એટલે બાજુ પર કાઢી લો. હવે બટાકા બફાઈ ગયા હોય તેને મધ્યમ આકારના કાપી લો. આ કઢાઈ અથવા પેનમાં ફરીથી ઘી ઉમેરો અને તેમાં જીરું શેકો. જીરું તતડવા લાગે કે તરત જ તેમાં ઝીણાં સમારેલા લીલા મરચાં ઉમેરી થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં બાફેલા બટાકા ઉમેરો. બટાકાને મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી હલાવો જેથી તે ક્રિસ્પી બનવા લાગે.
  • આ પછી, શેકેલા મખાના ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ધીમા તાપે 2 મિનિટ સુધી રાંધો જેથી મખાના અને બટાકા સારી રીતે ભળી જાય. પછી તેમાં સિંધવ મીઠું અને કાળા મરી પાવડર ઉમેરો અને બધા મસાલા સારી રીતે મિક્સ કરો.
  • તૈયાર થઈ ગઈ સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર સ્વાદિષ્ટ બટાકા અને મખાનાનું શાક. જો આ શાક તમારે રસાવાળું બનાવવું હોય તો તમે દહીંનો ઉપયોગ કરી શકો છો.

ઉપવાસના દિવસોમાં આ શાકભાજી ફક્ત મોંનો સ્વાદ વધારવામાં મદદ કરશે જ નહીં, પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. બાળકોને આ શાકભાજી આપશો તો ઉપવાસ કરવાની કયારે પણ ના પાડશે નહી. 

  • Follow us on: