ખાવાના શોખીનોને વરસાદી સિઝનમાં સ્વાદના ચટકાં થાય છે. લોકો બહાર લારીઓ પર મળતા દાળવડાં અને સમોસા જેવા ફરસાણ ખાવા લાંબી લાઈનમાં પણ ઉભા રહે છે. જો કે હાલમાં લોકોમાં વધતી સ્વાસ્થ્ય સમસ્યા અને વધતા વજનને લઈને એક આરોગ્ય નિષ્ણાતનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. નિષ્ણાતના મતે સમોસા જેવા ફરસાણ ખાવાથી વજન વધે છે અને લોકો બીમાર પડતા હોય છે. એટલે આ સિઝનમાં બહારના ખોરાકના બદલે ઘરના ભોજનને જ મહત્વ આપવું જોઈએ.
નાયલોન ખમણ બેસ્ટ નાસ્તો
આજે અમે તમને પરફકેટ માપ સાથે ટેસ્ટી નાયલોન ખમણ નાસ્તાની રેસીપી જણાવીશું. આ વાનગીમાં વધુ પડતું તેલના હોવાના કારણે સ્વાસ્થ્ય અને સ્વાદ બંને માટે લાભકારક સાબિત થશે. જો આ માપ સાથે નાયલોન ખમણ બનાવશો તો બજારના ફરસાણ પણ ફિક્કાં પડશે.

નાયલોન ખમણ બનાવવાની સામગ્રી :
આ વાનગી બનાવવા તમે રોજિંદા મસાલામાં જરૂરિયાત મુજબ મીઠું, તેલ, રાઈ, લીલું મચચું, કોથમીર, લીંબુ અને મીઠા લીમડાનો ઉપયોગ કરવો.
- 2 વાટકી ચણાનો લોટ
- 1 વાટકી પાણી
- 5 ચમચી દળેલી ખાંડ
- 1 ટી. સ્પૂન લીંબુના ફૂલ
- 1 ટી. સ્પૂન ઈનો (અથવા ખાવાનો સોડા)
- 1 ટી. સ્પૂન હીંગ
નાયલોન ખમણ બનાવવાની રીત :
- આ વાનગી બનાવવા સૌ પ્રથમ તમે બે વાટકી ચણાના લોટને ચાળણીથી ચાળી લો. આ લોટ બાજુ પર રાખી એક વાસણમાં 1 વાટકી પાણી લો.
- આ પાણીમાં તમે ચપટી હળદર નાંખો પછી તેમા 1ટી.સ્પૂન લીંબના ફૂલ, 5 ચમચી ખાંડ અને હીંગ ઉમેરી પાણીને એકબાજુએથી હલાવી બરાબર મિક્સ કરો.
- તમે આ પાણીને વધુ એક રસ કરવા હેન્ડ મિક્સી પણ તેમાં ફેરવી શકો છો. પાણીમાં હેન્ડ મિક્સી ફેરવ્યા બાદ આ પાણીમાં ચાળેલો 2 વાટકી ચણાનો લોટ ઉમેરો.
- પાણીમાં લોટ ઉમેર્યા બાદ ચમચા વડે તેને પાંચથી- સાત મિનિટ સુધી બરાબર હલાવો. આ મિશ્રણ ખીરુા જેવુ તૈયાર થઈ જશે.
- આ મિશ્રણને તમે 15 મિનિટ એર ટાઈટ વાસણમાં ઢાંકીને થોડીવાર રેસ્ટ કરવા મૂકી દો.
- 15 મિનિટ બાદ તમે પહેલા ઢોકળીયામાં માં પાણી ગરમ કરો. પછી ઢોકળીયાની ડીશમાં તેલ લગાવી દો.
- હવે બેટરમાં એક ચમચી ખાવાનો સોડા અને ઉપર થોડું લીંબુ નિચોવી તેને બરાબર મિક્સ કરો. પછી આ બેટરને ડીશમાં રેડી પછી ઢોકળીયામાં મૂકીને એરટાઈટ વાસણથી ઢાંકી લો.
- આ બેટરને તેમે 25 મિનિટ સ્ટીમ થવા દો. પછી ગેસ બંધ કરી ડીશ બહાર કાઢી દો. ડીશ બહાર કાઢ્યા બાદ પાંચેક મિનિટ તેમાંથી ગરમી નીકળી જવા દો.
- ત્યારબાદ એક મોટી થાળીમાં ડીશને ઉલટી કરી નાખો. આમ કર્યા બાદ બીજી ડીશમાં ખમણનો આખો રોટલા જેવા ભાગ પડશે. હવે આ ભાગને ચપ્પાની મદદથી ચોરસ આકારમાં કાપી લો.
નાયલોન ખમણનો તડકો
નાયલોન ખમણને વધુ સ્વાદિષ્ટ બનાવવા વધાર માટે કઢાઈમાં તેલ લો. પછી તેમા રઈ, સમારેલું લીલું મુરચું, મીઠો લીમડો, હીંગ, ખાંડ અને એક કપ પાણી ઉમેરો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ઉકળવા દો. પછી 4 મિનિટ તડકાને ઠંડો થવા દો. પછી આ તડકાને ખમણ પર રેડી દો. પછી તેના પર કોથમરી ઉમેરી દો. તો તૈયાર થઈ ગયા તમારા નાયલોન ખમણ.
નોંધ : જો ઢોકળીયું ના હોય તો તમે તપેલા જેવું મોટું વાસણ લઈ શકો છો. આ વાસણની અંદર મોટી થાળી મૂકીને તમે નાયલોન ખમણ ઉતારી શકો છો. જયારે તમે બેટરને સ્ટીમ કરવા મૂકો ત્યારે ઉપર જે વાસણ હોય તેમાં કોટન કપડું વીંટાળીને ઢાંકો. જેથી વરાળનું પાણી અંદર ખમણ ઉપર ના પડે.