વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે. રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ચોમાસામાં વરસાદ સાથે ચા અને દાળવડાનું કોમ્બિનેશન જબજસ્ત છે. વરસાદી માહોલમાં અમે તમને આજે વધુ એક ફરસાણની રેસીપી જણાવીશું. ખાવાના શોખીના વરસાદ આવતા જ લારીઓ પર દાળવડા ખાવાની દોટ મૂકે છે. અમદાવાદમાં માણેકચોક ઉપરાંત અંબિકા અને આનંદના દાળવડાં લોકપ્રિય છે.


તમે ઘરે પણ અંબિકા અને આનંદ જેવા ટેસ્ટી દાળવડાં બનાવી શકો છો. કયારેક વરસાદી પાણી ભરાતા બજારની લારીઓ દાળવડાં લેવા જઈ શકતા નથી. ત્યારે તમે ઘરે પણ આ રીતે ટેસ્ટી દાળવડાં બનાવી શકો છો.

દાળવડાં બનાવવાની સામગ્રી :

ઘરે દાળવડાં બનાવવા માટે તમારે પહેલા આ દાળ સાતથી આઠ કલાક પલાળવાની રહેશે. એટલે દાળવડાં બનાવવા માટે તમારે પહેલા જ આયોજન કરવું. જો તમે લસણના ખાતા હોવ તો તેને અવોઇડ કરી શકો છો. રોજિંદા સામગ્રીમાં સ્વાદઅનુસાર મીઠું, ચપટી હીંગ અને જરૂયિાત મુજબ તેલ અને પાણી. તળવા માટે તેલ. 

  • 300 ગ્રામ મગની મોગર દાળ
  • 150 ગ્રામ મગની ફોતરાવાળી
  • એક નાની ચમચીખાવાનો સોડા
  • 1 નંગ લીંબુ
  • 7-8 કળી લસણ
  • આદુ-મરચાં

તમે ઇચ્છો તો આમાં 50 ગ્રામ જેટલી ચોળાની દાળ પણ નાખી શકો છો.

દાળવડાં બનાવવાની રીત :

  • દાળવડા બનાવતા પહેલા બંન્ને દાળને ધોઈ સ્વચ્છ પાણીમાં ધોયા બાદ આઠ કલાક પલાળી રાખો.ત્યાર બાદ બંને દાળમાંથી પાણી કાઢી મિક્સરમાં કરકરું પીસી લો.
  • દાળને ગ્રાઈન્ડ કરતી વખતે પાણીનો ઓછો ઉપયોગ કરવાનો જરૂર પડે તો જ બે-ચાર ચમચી પાણીનો ઉપયોગ કરવો. આ સિવાય દાળ પૂરી એકદમ ક્રશ નથી કરવાની થોડી અધ કચરી રાખવી. હવે તેમાં બધા સૂકા મસાલા,આદુ મરચાંની પેસ્ટ,લસણની પેસ્ટ અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી દો.
  • ત્યારબાદ આ ખીરૂ કોઈ વાડકા કે તપેલીમાં કાઢી લેવાનું અને પછી તેને હાથની આંગળી વડે એક જ દીશામાં (એક ડાયરેક્શનમાં) 6 મિનીટ હલાવવું. આમ કરવાથી ખીરાનો કલર બદલાશે અને દુકાન જેવા જ ક્રિસ્પી અને અંદરથી પોચા દાળવડા બનશે.
  • ખીરુ તૈયાર થયા પછી ગેસ પર કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને મિશ્રણમાં ચપટી ખાવાનો સોડા નાખી ઉપર લીંબુ નીચોવી એકદમ ફીણી લો.અને મિક્સ કરી લો.
  • હવે હાથ વડે તેલ સાધારણ ગરમ થાય એટલે તેમાં વડા પાડો. હાઈ ફલેમ પર તળવાથી દાળવડાં કાચા રહેશે. એટલે દાળવડાંને મિડીયમથી સ્લો ફલેમ રાખી તળો. વચ્ચે વચ્ચે દાળવડાંને હલાવતા રહો. તેનું પડ કડક થાય એટલે તેલમાંથી કાઢી.

લો તૈયાર થઈ ગયા તમારા ટેસ્ટી દાળવડાં. ઘરે ખીરું પલાળી દાળવડા કરવાથી ખુબ જ સ્વાદિષ્ટ બનશે. છે. આ દાળવડાંને કોથમીરની ચટણી અથવા દહીં કે સોસ અથવા આંબલીની ચટણી અને ડુંગળી તેમજ લીલા મરચાં સાથે ખઈ શકો છો. 

  • Follow us on: