શ્રાવણ મહિનામાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ મહિનામાં એકટાણું કરવાનું ધાર્મિક મહત્વ છે. આ દિવસોમાં લોકો બહારનું ભોજન ખાવા પર નિયંત્રણ મૂકતા ઘરના ભોજનને મહત્વ આપે છે. ઉપવાસના દિવસોમાં ફરાળી ભોજનમાં સામાન્ય રીતે સાબુદાણાની ખીચડી અને બટાકાની સૂકી ભાજી બનતી હોય છે.


ફરાળમાં વિવિધ પ્રકારની વાનગી

જો કે આજે ફરાળમાં વિવિધ પ્રકારની વાનગીઓ બને છે. ઉપવાસના દિવસોમાં ફરાળમાં રાજગરો, શિંગોડા અને મૌરેયાનો લોટ ભાખરી અને પરોઠા બનાવવા ઉપયોગ લેવામાં આવે છે. ફરાળી ઇડલી વિશે બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે. આજના લેખમાં તમને ફરાળી વાનગીની આ નવી વેરાઈટી બનાવવાની સરળ રીત જણાવીશું. 

ફરાળી ઇડલી બનાવવા માટેની સામગ્રી :-

  • 1 કપ મોરૈયો
  • 3 ટેબલ સ્પૂન સાબુ દાણા
  • 1 ટેબલ સ્પૂન મરી પાઉડર
  • 1/2 ટી સ્પૂન સિંધવ મીઠું
  • 2 ટેબલ સ્પૂન દહીં

ફરાળી ઇડલી બનાવવા માટેની રીત :-

સૌ પ્રથમ મોરૈયા સાફ કરી લો પછી. તેમાં સાબુદાણા ધોઈને 1 કલાક પલળવા મૂકો. ત્યારબાદ મોરૈયો અને સાબુદાણા મિક્સરમાં ક્રશ કરી લો. આ મિશ્રણને ક્રશ કરો ત્યારે તેમાં ફરાળી મીઠું અને દહીં સાથે મિકસ કરી એક વખત ફરી મિકસી ચલાવો. પછી આ તૈયાર થયેલ મિશ્રણમાં બેકિંગ સોડા ઉમેરીને ચમચીથી હલાવી બરાબર મિક્સ વાસણ પર રેડો. હવે ગેસ ચાલુ કરી તેમાં એક ઇડલીના વાસણની અંદર તેલ લગાવી અંદર પ્રી-હીટ કરવા મૂકો. અને તરત આ ઇડલીના સ્ટેન્ડમાં સાબુદાણા અને મૌરેયાનું ખીરું મૂકી ઢાંકણ ઢાંકી દો. આ મિશ્રણને 12 મિનિટ માટે કૂક કરો. પછી ગેસ બંધ કરી દો અને ઈડલી ની ડીશ બહાર કાઢી લો પછી ઠંડી થાય એટલે ઈડલી સ્પૂન ની મદદ થી કાઢી લો.તૈયાર થઈ ગઈ ફરાળી ઇડલી તમે તેને કોથમીરની ચટણી સાથે ખાઈ શકો છો.

  • Follow us on: