મખાના શરીર માટે ખૂબ જ ગુણકારી છે. બાળકો અને મોટાં દરેક લોકોને મખાનાનો સ્વાદ ખૂબ જ પસંદ આવે છે. સ્નેક્સમાં મખાના તો ઘણા ખાધા છે. પરંતુ તમે ક્યારેય મખાનાનું સ્વાદિષ્ટ શાક ખાધું છે? જ્યારે ઘરમાં કોઇ શાક ન હોય અને કઇક સ્પેશ્યિલ ખાવાનુ મન કરે છે તો તમે શેકેલા મખાનાનું ટેસ્ટી શાક બનાવી શકો છો. મખાનાનું શાક થોડીક મિનિટોમાં જ બનીને રેડી થઇ જશે. આ રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો.
મખાનાનું શાક બનાવવાની રેસીપી
1. સોથી પહેલાં મખાનાનું શાક બનાવવા માટે 1 બાઉલ મખાના લો અને તેને કોઇ પેનમાં નાખીને સૂકાં જ સાંતળી લો. મખાનાને ક્રિસ્પી થવા સુધી ડ્રાઇ રોસ્ટ કરો. મખાનાને હાથથી દબાવીને ચેક કરીલો. ક્રશ થઇ રહ્યો છે જો થઇ રહ્યુ છે તો મખાના ચઢી ગયા છે.
2. હવે એજ પેનમાં 1 મોટો ચમચો બેસનને લો મીડિયમ ફ્લેમ પર રોસ્ટ કરી લો. બેસનનો રંગ સહેજ બદલાય પછી ગેસ બંધ કરી બેસનને નિકાળી લો. એજ પેનમાં 2 ચમચી કસૂરી મેથી રોસ્ટ કરો.
3. હવે પેનમાં 2 ચમચી તેલ નાંખીને ગરમ કરો. તેલમાં અડધી ચમચી જીરૂં નાંખો અને 1 ચોપ કરેલી ડુંગળી નાખી સાંતળો, બાદમાં 1 ચમચી ઝીણું સમારેલું લીલું મરચું, 1 ચમચી આદુ લસણની પેસ્ટ નાખીને થવા દો.મસાલામાં ધાણાજીરૂં, હળદર, જીરૂ પાવડર, કશ્મીરી લાલ મરચું નાખીને સાંતળો. તેમાં 2 મીડિયમ સાઇઝના ટામેટાં નાખીને થવા દો. ટામેટાં જ્યારે તેલ છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો. બાદમાં તે મસાલાને ઠંડો થવા દો તેમાં હાફ કપ દહી ઉમેરો.
4. ગેસની ફ્લેમ ઓન કરો પછી દહીં ભેળવેલો મસાલો જ્યારે તેલ છોડે નહીં ત્યાં સુધી બનાવો. હવે મસાલામાં 1 કપ પાણી અને રોસ્ટ કરેલું બેસન ઉમેરો. આ ગ્રેવીને 4 મિનિટ સુધી થવા દો. ગ્રેવીમાં રોસ્ટ કરેલા મખાના નાખીને તેમાં મીઠું સ્વાદ અનુસાર ઉમેરી કસૂરી મેથીને હાથથી મસળીને નાખી દો.
5. હવે દરેક વસ્તુને મિક્સ કરીને તેને 2 મિનિટ સુધી કવર કરીને મૂકી રાખો. પછી ઉપરથી ઝીણી સમારેલી કોથમીર નાખી દો. તેયાર છે તમારી મખાનાનું સુપર ટેસ્ટી શાક, તેને પરોઠા અથવા રોટલી સાથે ખાઇ શકો છો.