અત્યાર સુધી તમે દુધીના ચીલા, બેસનના ચીલાનું નામ સાંભળ્યું હશે. પરંતુ જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો આ વાનગી આજે જ ટ્રાય કરો. કારણ કે ડાયાબિટીસના દર્દી અને વજન ઘટાડનારા લોકો માટે જુવાર ચીલાની વાનગી વધુ ફાયદાકારક છે. તેમાં ઉપયોગમાં લેવાતા જવ અનાજમાં ફાઇબર, આયર્ન અને પ્રોટીનની સારી માત્રા રહેલી છે.


ઓછી સામગ્રીમાં બનશે આ વાનગી

સ્વાદિષ્ટ જુવાર ચીલા બનાવવા તમારે વધુ સમય રસોડામાં ઉભા નહી રહેવું પડે. ઓછા સમયમાં અને ઓછી સામગ્રીમાં બનશે આ બેસ્ટ વાનગી છે. નોંધી લો જુવાર ચીલાની વાનગીની રેસીપી.

જુવાર ચીલા બનાવવા માટે સામગ્રી: આ વાનગીમાં તમે સ્વાદ મુજબ મીઠું તેમજ સ્વાદ વધારવા, લાલ મરચું, છીણેલું આદુ અને કોથમીર નાખો. લીલા ધાણા - 2 ચમચી

  • 1 કપ જુવારનો લોટ
  • 1 ઝીણી સમારેલી ડુંગળી
  • 1 ઝીણા સમારેલા ટામેટા
  • 2-3 ઝીણા સમારેલા લીલા મરચાં
  • પાણી - પાતળું ખીરું બનાવવા
  • તેલ - ચિલ્લા તળવા માટે

જુવાર ચીલા બનાવવા માટેની રીત :

  • આ ચીલા બનાવવા તમે એક વાસણમાં જુવારનો લોટ લો. પછી તેમાં ડુંગળી, ટામેટા, લીલા મરચાં, આદુ, કોથમીર અને સહિતના તમામ મસાલા ઉમેરો. અને પછી થોડું પાણી ઉમેરીને ખીરા જેવું મિશ્રણ તૈયાર કરો.
  • આ ખીરા માટે નથી રેસ્ટ આપવાની જરૂર કે નથી કોઈ વધુ સમય રાખવી મૂકવાની જરૂર. ખીરા જેવું મિશ્રણ તૈયાર થતા જ તમે નોન-સ્ટીક પેન અથવા લોખંડના તવા પર તેલ લગાવો.
  • ત્યારબાદ તેને મધ્યમ તાપ પર ગરમ કરો. અને પછી તૈયાર થયેલ ખીરાંને ચમચા વડે તવા પર ગોળ આકારમાં ફેલાવો. આમ, કર્યા બાદ ચારે બાજુ થોડું તેલ રેડો જેથી કરીને ખીરું ચોંટી ના જાય.
  • હવે ખીરાને એક બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો અને ઉપરનું પડ થોડું કડક લાગે ત્યારે તેને પલટાવીને બીજી બાજુ પણ આ જ રીતે શેકી લો.
  • બંને બાજુ સારી રીતે રાંધાઈ જાય ત્યારે આ ચીલાને બહાર તવા પરથી લઈ લો. તૈયાર થઈ ગયા તમારા જુવાર ચીલા. આ ચીલાને સ્વાદિષ્ટ બનાવવા તમે તેમાં છીણેલું ચીઝ અથવા બારીક સમારેલું ગાજર-કેપ્સિકમ પણ ઉમેરી શકો છો. તેમજ જો બાળકોને પનીર પસંદ હોય તો એકબાજુ પડ શેકી ટમેટો સોસ લગાવી પનીર પણ મૂકી શકો છો.

  • Follow us on: