શ્રાવણ મહિનાનો શુભારંભ થઈ ગયો છે. શ્રાવણ મહિનાની સાથે જુદા-જુદા તહેવાર પણ આ દિવસોમાં આવે છે. તહેવાર હોય અને ઘરમાં મીઠાઈ એટલે ગળ્યું શું બનાવું તેને લઈને મહિલાઓને મૂંઝવણ રહે છે. કારણ કે આજે નોકરી કરતી મહિલાઓ ભોજનમાં મીઠાઈની વાનગી બનાવવા વધુ સમય આપી શકતી નથી. ઘંઉમાંથી બનતા લાડવા, મગજના લાડુ તેમજ દૂધીની હલવામાં વધુ સમય જાય છે. આજે તમને ઓછા સમયમાં મીઠાઈની વાનગીમાં ખીર બનાવવાની રેસીપી જણાવીશું.
ખીર બનાવવા માટેની સામગ્રી : આ વાનગી બનાવવા તમે ઇલાયચી પાવડર, કેસર, પિસ્તા, બદામ જેવા ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરો.













