શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. ઠંડીના દિવસોમાં લોકોના આહારમાં પણ બદલાવ આવે છે. આ દિવસોમાં શરદી અને ઉધરસની સમસ્યાથી લોકો હેરાન થાય છે. ઠંડી ઋતુમાં મોટાભાગના લોકો સુસ્તીનો અનુભવ કરે છે. એટલે જ આ દિવસોમાં લોકોને ગરમા ખાવાનું વધુ પસંદ આવે છે. પરંતુ કેટલાક લોકો પોતાના આહારમાંથી કેટલીક વસ્તુઓને દૂર કરી દે છે. દહીં શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોવા છતાં લોકમાં મૂંઝવણ છે કે શિયાળામાં દહીં ખાવું કે નહીં.


ઠંડીની ઋતુમાં દહીંનું સેવન કરવું કે નહીં

સામાન્ય રીતે દહીં અને છાશનું સેવન લોકો ઉનાળાની સિઝનમાં વધુ કરતા હોય છે. દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને આપણને ઘણા રોગોથી બચાવે છે. દહીં સામાન્ય રીતે ઠંડુ હોય છે. જયારે આ સિઝનમાં શરીરમાં વધુ ગરમીની જરૂર હોય છે. તેથી, લોકો એવા ખોરાક ખાવાનું પસંદ કરે છે જે ગરમ હોય અને શરીરને ગરમી આપે. ઠંડી ઋતુ શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે, અને સુસ્તી ઝડપથી શરૂ થાય છે. કેટલાક લોકો માને છે કે દહીં ઠંડુ હોય છે, જ્યારે આયુર્વેદ નિયમ કહે છે કે તે ગરમ કરવાની અસર કરે છે. 

શિયાળામાં કયારે દહીં ખાવું, આર્યુવેદ નિયમ

આર્યુવેદ નિયમ કહે છે કે જયારે શિયાળાની વાત આવે ત્યારે, કેટલીક સાવચેતીઓ ધ્યાનમાં રાખીને દહીંનું સેવન કરી શકાય છે. કારણ કે દહીં કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તેના નિયમિત સેવનથી હાડકાં મજબૂત થાય છે. આરોગ્ય લાભ લેવા માટે તમે ભોજનના 1 થી 2 કલાક પહેલા દહીંનું સેવન કરી શકો છો. શિયાળામાં ફક્ત તાજું દહીં ખાવું જોઈએ અને તેમાં કયારેય ઉપરથી ખાંડ ના લેવી જોઈએ. રેફ્રિજરેટરમાં રાખેલ દહીં ખાવાથી ખાંસી અને શરદી વધી શકે છે. શિયાળામાં સવારે કે બપોરે દહીં ખાવાનું સારું માનવામાં આવે છે. તમે દૂધી અથવા અન્ય કોઈપણ શાકભાજી સાથે દહીં ખાશો તો પાચનમાં સુધારો થશે.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


આ પણ વાંચો  : Beauty Tips : ફક્ત 10 મિનિટ લગાવો આ ફેશિયલ પેક, લગ્ન અને પાર્ટીમાં તમારો આકર્ષક લુક લોકોનું ખેંચશે ધ્યાન

  • Follow us on: