આજના ભાગદોડ ભરેલા જીવનમાં પ્રદૂષણ, ધૂળ અને કેમિકલયુક્ત બ્યુટી પ્રોડક્ટ્સના વધુ ઉપયોગને કારણે ત્વચાની ચમક ગાયબ થવા લાગે છે. ખીલ, પિમ્પલ્સ, ચહેરા પરના ડાઘ-ધબ્બા અને નિસ્તેજ ત્વચા (Dull Skin) જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. ખીલ મટી ગયા પછી પણ તેના નિશાન ચહેરા પર રહી જાય છે, જે ત્વચાની સુંદરતા ઘટાડે છે. આ પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આજકાલ લોકો હર્બલ અને કુદરતી ઉપચારો તરફ વળી રહ્યા છે. કુદરતી ઘટકોથી ભરપૂર ઘરગથ્થુ ઉપાયો ત્વચા માટે હંમેશાં સુરક્ષિત અને અસરકારક સાબિત થાય છે. અહીં ત્રણ એવા ખાસ પ્રકારના પાણી વિશે જાણીશું, જેના નિયમિત ઉપયોગથી ચહેરો ચમકવા લાગશે.
1. લીમડાનું પાણી (Neem Water):
જો તમને ખીલ, ચહેરા પર બળતરા કે ફોલ્લીઓની સમસ્યા સતાવતી હોય, તો લીમડાનું પાણી સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. લીમડામાં ભરપૂર પ્રમાણમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ફંગલ ગુણો રહેલા છે. આ પાણી બનાવવા માટે લીમડાના પાનને સારી રીતે ધોઈને રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીને ઉકાળી લો અને તેમાં ઈચ્છો તો થોડા તુલસીના પાન પણ ઉમેરી શકો છો. તુલસી ત્વચાના ડાઘ ઘટાડવામાં મદદરૂપ બને છે. આ પાણી ઠંડુ થયા પછી તેનાથી ચહેરો ધોવાથી ખીલ મટે છે અને ત્વચાને શાંતિ મળે છે. તમે તેને સ્પ્રે બોટલમાં ભરીને ચહેરા પર સ્પ્રે પણ કરી શકો છો.
