આજના સમયમાં સ્થૂળતા એ સૌથી મોટો પડકાર છે. ભારતીયોમાં મેદસ્વીપણાની સમસ્યા ગંભીર બીમારીનું કારણ બની રહી છે. પીએમ મોદીથી લઈને અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી સહિતના સેલેબ્સ દ્વારા લોકોને ફિટનેસ જાળવવા સૂચન કરાયું છે. વજન ઘટાડવું એ મોટો સંઘર્ષ માનવામાં આવે છે. લોકો સ્પેશિયલ ટ્રીટમેન્ટ, જીમ, ક્રશ ડાયટ જેવા વિવધ પ્રયાસ કરે છે. પરંતુ ફરી થોડા સમયમાં જ વજન પાછું વધે છે. વજન ઘટાડવા ગ્રીન ટી અને કોફી વધુ અસરકારક હોવાનું સોશિયલ મીડિયામાં સામે આવ્યું છે. પરંતુ બંનેમાંથી કયુ શ્રેષ્ઠ તેને લઈને મૂંઝવણ છે. જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ.

ગ્રીન ટી અને બ્લેક ટી, વજન ઘટાડવા કયું શ્રેષ્ઠ

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ લોકો ફિટ અને સ્વસ્થ રહેવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવે છે. તેઓ સવારે ઉઠ્યા પછી પોતાનું વજન નિયંત્રિત કરવા માટે વિવિધ પીણાં પીવે છે. જો કે  ગ્રીન ટી અને બ્લેક ટી બંને વજન ઘટાડવા માટેના અસરકારક ઉપાય છે. તમારી શારીરિક જરૂરિયાતો પ્રમાણે તમે બંનેમાંથી કોઈ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. પરંતુ જો કોઈ એકની પસંદગી કરવાની હોય, તો ગ્રીન ટી (Green Tea) ને વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

વજન ઘટાડવા ગ્રીન ટી કેમ વધુ શ્રેષ્ઠ છે

ગ્રીન ટીમાં 'EGCG' નામનું શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ હોય છે, જે મેટાબોલિઝમ (ચયાપચય) ને ઝડપી બનાવે છે અને સીધું જ ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. બ્લેક ટીની સરખામણીએ ગ્રીન ટીને ઓછી પ્રોસેસ કરવામાં આવે છે, જેના કારણે તેના કુદરતી પોષક તત્વો જળવાઈ રહે છે. અભ્યાસો મુજબ, ગ્રીન ટીના સેવનથી વ્યાયામ દરમિયાન ફેટ ઓક્સિડેશનની પ્રક્રિયા વધે છે, જે વજન ઝડપથી ઘટાડે છે.

બ્લેક કોફીના જાણો ફાયદા

બ્લેક ટીમાં ફ્લેવોનોઈડ્સ અને પોલીફેનોલ્સ જેવા એન્ટીઑકિસડન્ટ પણ ભરપૂર હોય છે, જે વજન ઘટાડવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેમાં કેફીન હોય છે, જે તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે અને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. બ્લેક કોફી પીવાથી ભૂખ પણ ઓછી થાય છે, જેના કારણે કેલરી ઓછી થાય છે. જો કે, વધુ પડતું સેવન ઊંઘને ​​અસર કરી શકે છે અને ડિહાઇડ્રેશન તરફ દોરી શકે છે, તેથી તેનું સેવન મધ્યમ માત્રામાં કરવું જોઈએ.

બ્લેક ટી અને ગ્રીન ટી વચ્ચેનો તફાવત

ગ્રીન ટી અને બ્લેક ટી વચ્ચેનો મુખ્ય તફાવત તેના પ્રોસેસિંગ અને તેમાં રહેલા પોષક તત્વોમાં છે. ગ્રીન ટી તૈયાર કરવા માટે ચાના પાંદડાને ઓક્સિડાઈઝ કરવામાં આવતા નથી, બીજી તરફ, બ્લેક ટી બનાવવા માટે પાંદડાને સંપૂર્ણપણે ઓક્સિડાઈઝ અને ફર્મેન્ટ કરવામાં આવે છે, જેનાથી તેનો રંગ ઘાટો અને સ્વાદ તીખો બને છે. બ્લેક ટીમાં ગ્રીન ટી કરતા કેફીનનું પ્રમાણ વધારે હોય છે, જે શરીરમાં તરત જ ઉર્જા આપે છે, પરંતુ વજન ઘટાડવા માટે ગ્રીન ટીના કુદરતી ગુણધર્મો વધુ અસરકારક સાબિત થાય છે. જો તમને હળવો અને કુદરતી સ્વાદ પસંદ હોય તો ગ્રીન ટી શ્રેષ્ઠ છે.


આ પણ વાંચો : Tips : કબાટમાં રાખેલા કપડાંની દુર્ગંધ થશે દૂર, સ્માર્ટ બનો ટ્રાય કરો આ ટ્રીક્સ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )