વજન ઘટાડવા માટે લોકો સામાન્ય રીતે જીમમાં કલાકો સુધી પરસેવો વહાવતા હોય છે અને શરીરના અલગ-અલગ અંગો માટે વિવિધ કસરતો કરતા હોય છે. જો કે, ફિટનેસ નિષ્ણાંતો પ્રમાણે પરફેક્ટ દિશામાં કરવામાં આવતી સ્માર્ટ વર્કઆઉટથી ધાર્યા કરતા પણ વધુ ઝડપથી વજન ઘટાડી શકાય છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાની રિલ્સ શેર કરતા એક યુનતીએ માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં અવિશ્વસનીય રીતે 67 કિલો વજન ઘટાડ્યું છે. તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કરીને પોતાના ચાહકો સાથે વજન ઘટાડવાની આ ખાસ પદ્ધતિ શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.
ફિટનેસ નિષણાંત પ્રમાણે વજન ઘટાડવા માટે તમારે જીમમાં કલાકો સુધી પરસેવો પાડવાની જરૂર નથી, પરંતુ જો તમે માત્ર 1 મિનિટમાં સૌથી વધુ કેલરી બર્ન કરતી અસરકારક કસરતો કરો, તો પણ નોંધપાત્ર પરિણામો મેળવી શકાય છે. તેમના વિડિયોમાં દર્શાવવામાં આવેલી આ કસરતો શરીરની ચરબી ઝડપથી ઓગાળવામાં મદદરૂપ સાબિત થાય છે. આ કસરતોમાં નીચે મુજબના મુખ્ય વ્યાયામોનો સમાવેશ થાય છે.
https://www.instagram.com/reel/DOICEw7E1wF/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
1. જમ્પિંગ જેક્સ: આ એક અત્યંત લોકપ્રિય અને અસરકારક કાર્ડિયો કસરત છે. જેમાં પગ ભેગા રાખી અને હાથ બાજુમાં રાખીને ઊભા રહેવાનું હોય છે, ત્યારબાદ કૂદકો મારીને પગને ફેલાવવાના અને હાથને માથા ઉપર લઈ જવાના હોય છે.
2. ઘૂંટણની ઊંચી તાળી પાડો: બાળપણમાં પીટી (PT) દરમિયાન કરવામાં આવતી આ કસરતમાં સીધા ઊભા રહીને એક ઘૂંટણને છાતી તરફ ઊંચો કરી તેની નીચે તાળી પાડવાની હોય છે. આ પ્રક્રિયા બંને પગથી ઝડપથી પુનરાવર્તિત કરવામાં આવે છે.
3. સ્ટેન્ડિંગ ક્રોસ-બોડી ક્રંચ: આ કસરત માટે પગ ખભા જેટલા પહોળા રાખીને ઊભા રહેવું પડે છે. હાથ માથા પાછળ રાખીને એક ઘૂંટણ ઉપર ઉઠાવતી વખતે વિરુદ્ધ બાજુની કોણીને ઘૂંટણ સાથે અડાડવાની હોય છે, જે પેટની ચરબી ઘટાડવા માટે શ્રેષ્ઠ છે.
4. આગળ અને પાછળ કૂદકા: આ વર્કઆઉટમાં બંને પગ સાથે રાખીને આગળ અને પાછળની તરફ હળવા કૂદકા મારવાના હોય છે, જેમાં ઘૂંટણ સહેજ વળેલા રાખવાથી સાંધા પર વધુ ભાર નથી આવતો.
5. સ્પોટ જોગિંગ: જગ્યા પર જ ઊભા રહીને દોડવાની આ પ્રક્રિયા શરીરની સ્ટેમિના વધારવામાં મદદ કરે છે.
આ પણ વાંચોઃ Assam માં ભારે વરસાદે સર્જી તારાજી, અત્યાર સુધીમાં 41 લોકોના મોત, 65 લાખથી વધુ લોકો પ્રભાવિત