દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. દિવાળી દરમિયાન ધનના દેવતા કુબેર અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા અને માતા લક્ષ્મીના આર્શીવાદ મેળવવા ઘરમાં ખૂણે-ખૂણાની સફાઈ કરવામાં આવે છે. આ સાથે, ઘણા વાસ્તુ ઉપાયો પણ અપનાવવામાં આવે છે. ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા આ બાબતનો ખાસ ધ્યાન રાખો. ઘરની સફાઈ કરવામાં આવતી સામાન્ય ભૂલ કયારેક ઘર અને પરિવારના લોકો માટે નુકસાનનું કારણ બની શકે છે.


દિવાળીમાં કરો ઘરની સફાઈ

એવી માન્યતા છે કે જયાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુના વાસ હોય છે. એટલે દિવાળમાં માતા લક્ષ્મીનું પૂજનનું મહત્વ છે. સ્વચ્છ ઘરનું વાતાવરણ મન, શરીર, સ્વાસ્થ્ય અને પરિવારના સભ્યોની પ્રગતિ સાથે પણ જોડાયેલું છે. અત્યારે અનેક ઘરોમાં સફાઈની સાથે સાથે દિવાળીની સજાવટ પણ પૂરજોશમાં ચાલી રહી છે. ઘરમાં રસોડાથી લઈને બાથરૂમ અને લિવિંગ રૂમ સહિતના સ્થાનોની સફાઈ કરતી વખતે લોકો તમામ વસ્તુઓ ઘરની બહાર કચરામાં ફેંકે છે. આ વસ્તુઓને કચરા સાથે ફેંકવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે.

ઘરની સફાઈમાં રાખો ધ્યાન

ધાર્મિક શાસ્ત્રો અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે જે ખૂબ જ ફાયદાકારક છે. કયારેય પણ આવી વસ્તુઓને કચરા સાથે બહાર ના ફેંકવી જોઈએ. આમ, કરવાથી ઘરમાં ગરીબી આવી શકે છે. દેવી લક્ષ્મી સાવરણીમાં વાસ કરે છે. સફાઈ દરમિયાન જૂની સાવરણી મળે અથવા તમારી સાવરણી તૂટી જાય, તો તેને કચરા સાથે ના ફેંકો. તેમજ મોર પીંછા ક્યારેય ઘરની બહાર ફેંકવા જોઈએ નહીં. જો મોર પીંછા ગંદા થઈ ગયા હોય, તો તેને સાફ કરો અને તેને પૂજા સ્થાન અથવા ઘરની ઉત્તર દિશામાં પાછું મૂકો. શંખ અને કોડીનો ઉપયોગ પૂજામાં થાય છે એટલે કચરા સાથે કયારેય ના ફેંકો. તમે આ વસ્તુનો કચરા સાથે નહીં પરંતુ યોગ્ય રીતે નિકાલ કરી શકો છો.

  • Follow us on: