આજના સમયમાં કલાકો સુધી કોમ્પ્યુટર કે મોબાઈલની સ્ક્રીન સામે રહેવું, અપૂરતી ઊંઘ અને સતત માનસિક તણાવને કારણે માથાનો દુખાવો એક ગંભીર સમસ્યા બની ગયો છે. ઘણા લોકો તેનાથી બચવા માટે પેઈનકિલર લેતા હોય છે, પરંતુ વધુ પડતી દવાઓ લિવર અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.પરંતુ જૂના જમાનામાં આપણા પૂર્વજો, ઘરડાઓ આપણને આવી ઘણી બધી રેસીપી બતાવતા નુસખા બતાવતા કે

કેવી રીતે બનાવશો આ ખાસ પાવડર?

આ પાવડર બનાવવા માટે તમારે નીચેની સામગ્રીની જરૂર પડશે:

મખાના: 1 કપ (શેકેલા અને મીઠા વગરના)

સૂકું નાળિયેર: 1 કપ (છીણેલું)

ખસખસ: 3-4 ચમચી

તરબૂચના બીજ: 5-6 ચમચી (શેકેલા)

અખરોટ: 1/2 કપ (શેકેલા)

સાકર (દોરાવાળી મિશ્રી): 1/2 કપ

બનાવવાની રીત:

ઉપર જણાવેલી તમામ સામગ્રીને મિક્સર કે બ્લેન્ડરમાં નાખીને સરસ પાવડર બનાવી લો. આ પાવડરને કાચના એરટાઈટ ડબ્બામાં ભરીને રાખો જેથી તે લાંબો સમય તાજો રહે.

સેવન કરવાની સાચી રીત:

જ્યારે પણ માથામાં દુખાવો થાય અથવા જો તમે કાયમી રાહત ઈચ્છતા હોવ, તો એક ચમચી પાવડર નવશેકા દૂધમાં ભેળવીને લો. જો તમને માઈગ્રેન કે જૂના માથાના દુખાવાની તકલીફ હોય, તો નિષ્ણાતો તેને સતત 2 થી 3 મહિના સુધી લેવાની સલાહ આપે છે. રાત્રે સૂતા પહેલા આ દૂધ પીવાથી મગજની નસોને આરામ મળે છે અને સારી ઊંઘ આવે છે.

આ ઉપાય કેમ અસરકારક છે?

આ પાવડરમાં વપરાયેલા ઘટકો જેવા કે અખરોટ અને મખાના મગજને પોષણ આપે છે. ખસખસ અને નાળિયેર શરીરમાં ઠંડક જાળવી રાખે છે, જ્યારે તરબૂચના બીજ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. આ બધું મળીને નર્વસ સિસ્ટમને શાંત કરે છે, જેથી દુખાવામાં કુદરતી રીતે રાહત મળે છે.

DISCLAIMER: જો માથાનો દુખાવો ખૂબ જ ગંભીર હોય અથવા અન્ય કોઈ તબીબી સ્થિતિ હોય, તો ઘરેલું ઉપચાર સાથે ડોક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે.

આ પણ વાંચોઃ Iron Deficiency: શરીરમાં લોહીની ઉણપ છે? આ 5 આયર્ન રિચ ફૂડ્સ આજે જ ડાયટમાં સામેલ કરો