ગુજરાતીઓનું ભોજન દહીં વગર પૂર્ણ થતું નથી. ઘરે કંઈક ઝડપી અને મસાલેદાર બનાવવાનું મન થાય તો દહીંમાંથી બનાવો આ બેસ્ટ વાનગી. દહીંની આ વાનગી ફક્ત ભોજનનો સ્વાદ નહીં વધારે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ છે. વિવિધ વાનગીઓ સાથે તમે દહીંની આ વાનગી ખાઈ શકો છો. કોથમીરની ચટણી કે આમચૂરની ચટણી બનાવવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ. ઝટપટ અને ટેસ્ટી બનશે દહીં તીખારી.


દહીંની વાનગીને આહારમાં કરો સામેલ

દહીં તીખારી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તાજું દહીં લઈ તેને સારી રીતે ફેંટી લો. પછી તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, ઝીણા સમારેલા લીલા મરચાં અને આદુ ઉમેરો. પછી તેમાં થોડી સમારેલી કોથમીર ઉમેરો. જે લોકો લસણ ખાતા હોય તેઓ દહીં તીખારીમાં લસણનો ઉપયોગ પણ કરી શકે છે. એક કઢાઈમાં ટી સ્પૂન ઘી ગરમ કરો પછી તેમાં ઝીણું સમારેલ લસણ નાખી સાંતળી લો. પછી લસણના તડકાને દહી તીખારીની ઉપર રેડી દો. દહીં તીખારીને તમે જીરા ભાત, આલુ પરાઠા અને થેપલા સાથે પણ ખાઈ શકો છો.

દહીં ખાવાના ફાયદા

તમે ઘરે સ્વસ્થ દહીં બનાવી શકો છો. એવું માનવામાં આવે છે કે 500 ગ્રામ દૂધમાંથી 100 ગ્રામ દહીં બને છે. દૂધમાં પ્રોટીન સાથે પ્રતિક્રિયા થઈ દહીં બને છે. જે મુજબ દહીં એક સારું પ્રોબાયોટિક છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન B12 સહિતનાપોષક તત્વો સારી માત્રામાં છે. દરરોજ દહીંનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, પાચનસંબંધિત સમસ્યા તેમજ હૃદયની બીમારીમાં ખૂબ મદદરૂપ બને છે. આ ઉપરાંત પેટમાં દુખાવો અને ડાયરિયારની સમસ્યામાં દહીંના સેવનથી ફાયદો થાય છે.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: