આજકાલ તણાવ અને ખરાબ લાઇફ સ્ટાઇલના કારણે ભૂલવાની સમસ્યા સામાન્ય બની ગઇ છે. જો તમે પણ નાની નાની વાતો ભૂલવા લાગ્યા છો તો.તે આપના માટે એક ચેતવણી હોઇ શકે છે. આવો જાણીએ એ ચાર વસ્તુ વિશે જેના સેવનથી તમારૂં મગજનું સ્વાસ્થ્ય સુધરશે અને સક્રિય પણ બનશે. કારણકે આ જે ચાર વસ્તુ છે તેમાં હાજર પોષક તત્વ મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા કારક છે. આ સુપરફુડ્સ પોતાની દિનચર્યામાં સામેલ કરીને તમે તમારી યાદાશ્તને મજબૂત બનાવી શકો છો. આવો જાણીએ એ ચાર સુપરફુડ વિશે.


અખરોટ

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે. ઓમેગા-3 ફેટી એસિડ મગજની કોશિકાઓના નિર્માણ અને કાર્યપ્રણાલી માટે ખૂબ જ જરૂરી છે. જે યાદશક્તિને સુધારે છે. અને અલ્ઝાઇમર જેવી બિમારીઓના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

બદામ

બદામને વર્ષોથી મગજ માટે એક ખૂબ જ સુપર ફુડ માનવામાં આવે છે. બદામમાં વિટામિન ઇ, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડેન્ટ્સ મળે છે. વિટામિન ઇ મગજની કોશિકાઓને ઓક્સીડેટિવ સ્ટ્રેન્થથી બચાવે છે. જેનાથી મગજની કાર્યક્ષમતા વધારે સારી બને છે. રોજ સવારે પલાળેલી બદામ ખાવાથી યાદશક્તિ વધે છે.

કોળાના બીજ

કોળાના નાના-નાના બીજ મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે. આમાં મેગ્નેશિયમ, જીંક, કોપર અને આયર્ન જેવા મહત્વપૂર્ણ ખનીજ હોય છે. આ દરેક પોષક તત્વો મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. જીંક યાદશક્તિ અને વિચારવાની ક્ષમતા વધારે સારી બનાવે છે. જ્યારે મેગ્નેશિયમ મગજની કોશિકાઓ વચ્ચે સંચાર સુધારે છે.

ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનોયડ્સ અને કેફીન હોય છે. આ બંને મગજમાં રક્ત પ્રવાહને વધારે છે. જેનાથી મગજ વધુ સક્રિય રહે છે. જોકે ડાર્ક ચોકલેટનું સેવન સીમિત માત્રામાં જ કરવુ જોઇએ. કારણકે તેમાં કેલોરી પણ હોય છે. આ દરેક સાથે પોતાના ફોકસ અને યાદશક્તિને સક્રિય રાખવા માટે સંતુલિત આહાર અને રોજ વ્યાયામને પણ પ્રાથમિકતા આપો.


  • Follow us on: