ઘંઉના લોટની રોટલી લગભગ દરેકના ઘરમાં બને છે. વર્ષોથી લોકો ઘંઉની જ રોટલીઓ ખાતા આવ્યા છે.પરંતુ શું તમે જાણો છો કે આ આપણા શરીર માટે એટલુ લાભકારી નથી જેટલુ આપણે સમજીએ છીએ. ઘંઉ ભલે પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે પરંતુ એ પણ સાચુ છે કે તેને ખાવાથી શરીરનુ બ્લડ સુગર લેવલ હાઇ થાય છે. ઘંઉની રોટલી જલ્દીજ નથી પચતી.જેના કારણે તે ડાઇઝેશનને બગાડી શકે છે.


કેમ ઘંઉની રોટલી ન ખાવી જોઇએ?

જો આપણે આપણી હેલ્થ પર ફોકસ રાખવુ છે તો તમારે સૌથી પહેલા પોતાની ડાયેટને બદલવાની જરૂર છે. ડાયેટમાં સૌથી જરૂરી હોય છે અનાજ. અનાજમાં સૌથી વધારે હાનિકારક છે ઘંઉ, જો આપણે 21 દિવસ સુધી ઘંઉ ન ખાઇએ તો આપણાં શરીરની અનેક વસ્તુઓમાં બદલાવ જોવા મળશે.

ઘંઉથી શું નુકસાન થાય છે?

ઘંઉ ખાવાથી લોકોને ઇન્ફ્લેમેશનની સમસ્યા થાય છે. ઇન્ફ્લેમેશન એટલે કે શરીરમાં સોજાની સમસ્યા થવી. ઘણા લોકોને ખ્યાલ પણ નથી હોતો કે તેમને ઘંઉની એલર્જી છે, જેના કારણે તેમને આગળ જતા સમસ્યા થાય છે. ઘંઉ ગ્લુટેનથી ભરપૂર હોય છે. એવામાં આ લોકોને પેટમાં , ફેસ પર અને હાથ પગમાં સોજા આવે છે. તેમને ગેસની પણ સમસ્યા થઇ શકે છે અને પૂરાં દિવસ થાક લાગે છે.

ઘંઉના ઓપ્શનમાં શુ ખાઇ શકાય?

ઘંઉની જગ્યાએ અન્ય અનાજની રોટલી ખાઇ શકો છો. રાગી અથવા બાજરીનો લોટ વાપરી શકો છો. આ ખાવાથી તમને ખ્યાલ આવશે કે તમારી ફિટનેસ પહેલા કરતા વધુ સારી બની ગઇ છે. તેની સાથે સાથે અન્ય અનાજ દ્વારા તમને શરીરને અલગ અલગ પ્રકારના પોષક તત્વો મળશે. ગરમીમાં જુવારના લોટની રોટલી અને ઠંડીમાં બાજરાના લોટની રોટલી ખાવી ફાયદાકારક છે.


  • Follow us on: