આજકાલ લોકોમાં પહેલાની સરખામણીએ સ્વાસ્થ્ય સમસ્યા વધી છે. આજે ભારતમાં 100માંથી 60થી 70 ટકા લોકો બીમારીનો સામનો કરી રહ્યા છે. જયારે આજના યુવાનો કેન્સર, હાર્ટએટેક અને ડાયાબિટીસ બીમારીના શિકાર થઈ રહ્યા છે. ડાયાબિટીસ રોગ પોતાની સાથે ઘણી બધી બીમારીઓ લાવે છે. આ રોગ પૂર્ણ રીતે મટતો નથી એટલે દુર્લભ બીમારીમાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓએ નિદાન થયા બાદ સુગર લેવલને લઈને ખાસ સાવધાની રાખવાની હોય છે.
ડાયાબિટીસ બીમારીમાં સુગર લેવલનું ધ્યાન રાખવું જરૂરી
ડાયાબિટીસ જેવી દુર્લભ બીમારીનું એકવાર નિદાન થયા બાદ આજીવન નિયંત્રણની જરૂર પડે છે. ટાઇપ 2 ડાયાબિટીસ આંખ, કિડની, હૃદય અને હૃદય સંબંધિત રોગોનું કારણ બની શકે છે. ડાયાબિટીસમાં ખાસ કરીને શરીરમાં સુગરનું લેવન ના વધે તેનું ધ્યાન રાખવું પડે છે. એટલે ચોક્કસ પ્રકારના ખોરાકને દિનચર્યામાં સામેલ કરવા પડે છે. આ ઉપરાંત નિયમિત ચાલવાની કસરત કરવાની ડોક્ટર દ્વારા સલાહ અપાય છે. સાવધાની રાખ્યા બાદ પણ ડાયાબિટીસના દર્દીઓમાં સવારે બ્લડ સુગરનું સ્તર વધતું હોવાને લઈને દર્દીઓ દ્વારા ફરિયાદ સામે આવી છે. ત્યારબાદ આ બાબતે સંશોધન કરાયું હતું.













