વાળમાં ટાલ પડવી, વાળ ખરવા જેવી સમસ્યા સામાન્ય બની છે. મહિલાઓ અને યુવતીઓ વાળ ખરવાને લઈને વધુ ચિંતિત છે. પહેલા મોટાભાગે શિયાળાની ઋતુમાં જ વાળમાં ખોડો જોવા મળતો હતો. પરંતુ અત્યારે બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીના કારણે સ્વાસ્થ્ય સમસ્યા વધી છે. ખોટી આહાર આદતોની ફક્ત ત્વચા નહીં વાળમાં પણ અસર દેખાય છે. બોલીવુડ અભિનેત્રીની બહેન સોશિયલ મીડિયામાં સક્રિય છે. અવારનવાર દિશાની બહેન ખુશ્બુ પટાણીએ વાળની સમસ્યાને લઈને એક વીડિયો શેર કર્યો છે.
વાળ સંબંધિત સમસ્યાનો જણાવ્યો ઉપચાર
આ વીડિયોમાં ખુશ્બુ પટાણીએ લખ્યું છે કે "મારી માતાના વાળનું રહસ્ય ખુલી ગયું છે' વાળની સમસ્યાથી હેરાન પરેશાન હોવ તો આ ટિપ્સ તમને જરૂર કામ લાગશે. આ વીડિયોમાં ખુશ્બુ પટાણીની માતા લાંબા, કાળા અને ઘટ્ટ વાળ કેવી રીતે કરવા, તેમજ વાળમાં ખોટો, વાળ ખરવા અને અકાળે સફેદ થતા વાળને લઈને એક શ્રેષ્ઠ ઘરેલુ અને કુદરતી ઉપચારની ટિપ્સ આપી છે. વાળની સમસ્યાથી હેરાન થતા લોકો માટે તેના ઉપચાર માટે આ વીડિયો ખુશ્બુ પટાણીએ પોતાના ફેન્સ સાથે શેર કર્યો છે.













