આજે લોકોની જીવનશૈલી વધુ વ્યસ્ત બની છે. શારીરિક સ્વસ્થતા અને ત્વચા તેમજ વાળની સંભાળ રાખવું ઘણું મુશ્કેલ બને છે. યુવતીઓ લાંબા અને કાળા વાળ માટે અનેક ઉપાય કરે છે. વાળની સંભાળ રાખવા મોંઘી પ્રોડકટનો ઉપયોગ કરે છે તો બ્યુટી સલૂનની પણ મુલાકાત લે છે. છતાં પણ વાળમાં ખોડા અને ખંજવાળની સમસ્યા સતત જોવા મળે છે. માથાના સ્કાલ્પર પર ખોડાની પરત થાય છે. દેખાવ સુંદર હોવા છતાં વાળમાં થતા ડેન્ડ્ર્ફના કારણે તેમનો લુક ખરાબ દેખાય છે. ખરતા વાળ માટે તમે આ ઘરેલુ ઉપચાર ટ્રાય કરી શકો છો.
ખોડાની સમસ્યામાં લવિંગ બેસ્ટ
વાળની સપાટી પર ખોડાના કારણે સતત ખંજવાળ આવે છે. ખોપરી ઉપરની ચામડી પર જમા થવાથી માથું ગંદુ દેખાય છે. વાળ ખરવાની સમસ્યામાં રસોડાની એક નાની વસ્તુ મોટી ગુણકારી સાબિત થશે. તમે પણ વાળમાં ખોડાની સમસ્યાથી પરેશાન છો તો મોંઘી પ્રોડક્ટ નહીં નાના લવિંગનો ઉપયોગ કરો. આ ઉપાય ખોડા માટે રામબાણ સાબિત થાય છે. ખોડો દૂર કરવા માટે લવિંગનો ફક્ત 4 થી 5 લવિંગ લઈને એક કપ પાણીમાં ઉકાળો. પછી તેનો રંગ બદલાય એટલે તેને ઠંડુ કરીને બોટલમાં ભરી લો. આ તૈયાર લવિંગના પાણીને તમારા વાળના મૂળમાં સારી રીતે લગાવો. તેને અડધા કલાક સુધી રહેવા દો અને પછી તેને ધોઈ નાખો.












