ઘરના રસોડામાં અનેક સમસ્યાનો રામબાણ ઇલાજ છે. રસોડામાં જ અદ્ભૂત ખજાનો છે જે દુર્લભ બીમારીઓ અને શરીરની સુંદરતા માટે શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર છે. સુંદર વાળ ચહેરાને વધુ આકર્ષક બનાવે છે. વાળની સુંદરતા વધારવા તમારે બજારની મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરવાની જરૂર નથી. ઘરેલુ ઉપચારથી તમે વાળ ચમકદાર અને રેશમી બનાવી શકશો. વાળ સુંદર બનાવવા તમારે ફકત આ એક વસ્તુનો ઉપયોગ કરવાનો રહેશે.
વાળમાં લગાવો ખાસ આ મિશ્રણ
વાળ ધોતી વખતે આ વસ્તુ લગાવવાથી થોડા જ સમયમાં તમારા વાળમાં ફરક દેખાવા લાગશે. આ માટે તમારે શેમ્પૂમાં કેટલીક વસ્તુઓ ઉમેરવાની જરૂર છે. વાળનો ગ્રોથ વધારવા અને સિલ્કી બનાવવા માટે કોફી પાવડર, લીંબુનો રસ, ફટકડી પાવડર, શેમ્પૂ અને તાજા લીમડાના પાન સહિતની સામગ્રીનો એકસાથે ઉપયોગ કરો. આ માટે એક વાસણમાં કોફી પાવડર, લીંબુનો રસ, ફટકડી પાવડર, શેમ્પૂ અને તાજા લીમડાના પાન થોડા પાણીમાં મિક્સ કરો પછી બધી વસ્તુઓને સારી રીતે નિચોવી લો. આ વાળ માટેનું બેસ્ટ મિશ્રણ તૈયાર થશે. તેને તમારા વાળ પર અડધા કલાક સુધી લગાવો અને પછી તેને સારી રીતે ધોઈ લો.













