ચોમાસામાં કયારેક વરસાદ અને કયારે તડકાના કારણે શરીરમાં વિટામિન ડીની ઉણપ વધે છે. શરીરમાં અનેક મહત્વપૂર્ણ કાર્યમાં વિટામિન ડી વધુ જરૂરી છે. વરસાદી સિઝનમાં વિટામિન ડીની ઉણપના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. શરીરમાં આ વિટામિનની ઉણપ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા સર્જી શકે છે. કયારેક લોકો સામાન્ય લાગતા લક્ષણોને નજર અંદાજ કરે છે. પરંતુ આ લક્ષણો વિટામિન ડીની ઉણપનો સંકેત હોઈ શકે છે. શરીરમાં આ લક્ષણો દેખાય તો જરૂર સાવધ થઈ જાઓ.


શરીરમાં દેખાતા આ લક્ષણોને સમજો

જો તમને વારંવાર થાકનો અનુભવ થાય, સ્નાયુમાં સતત દુખાવો થતો હોય, મૂડ સ્વિંગ રહે, કામમાં એકાગ્રતા ના રહે, પેટમાં દુખાવો, ભૂખ ન લાગવી અને કારણ વગર શરીરમાં ભારેપણાનો અનુભવ થાય તો સમજવું જરૂર તમારા શરીરમાં વિટામિન Dની ઉણપ છે. વિટામિન Dની ઉણપના કારણે હાડકા નબળા પડતા ઓસ્ટીયોપોરોસિસ જેવી ગંભીર બીમારી થઈ શકે છે. આ ઉપરાંત હૃદયના સ્વાસ્થ્ય અને ત્વચા પર પણ ખરાબ અસર જોવા મળે છે.

વિટામિન Dની ઉણપનું સ્તર

હેલ્થ એક્સપર્ટે જણાવ્યું કે વય મુજબ શરીરમાં વિટામિન ડીની માત્રા અલગ-અલગ હોય છે. દરરોજ વિટામિન Dનું સ્તર 19 થી 70 વર્ષની વયના લોકોમાં 15 માઇક્રોગ્રામ, 70 વર્ષથી વધુ ઉંમરના લોકોએ 20 mcg અને પુખ્ત વ્યક્તિમાં 100 mcgથી વધુ હોવું જોઈએ. જો શરીરમાં વિટામિન Dનું સ્તર આ માત્રા કરતાં વધે તો ઝેર સમાન બને છે. નબળા સ્વાસ્થ્ય ધરાવતા લોકોમાં ફક્ત 100 mcg નું સ્તર પણ ખતરનાક બની શકે છે. વધુમાં તેમણે કહ્યું કે શરીરમાં વિટામિન Dની ઉણપ દૂર કરવા દરરોજ સવારે સૂર્યના તડકામાં ચાલવું જોઈએ. આ ઉપરાંત પોતાના દૈનિક આહારમાં મશરૂમ અને સંતરાના જયુસને જરૂર સામેલ કરવો જોઈએ. 


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: