નવરાત્રીના દિવસો પૂરા થઈ ગયા. આજે વિજયાદશમીનો તહેવાર છે. નવરાત્રિ પછીનો સમય શરીર માટે વધુ કાળજી માગ છે. ખાસ કરીને જયારે આ દિવસોમાં ઉપવાસ કર્યા હોય ત્યારે શરીરમાં નબળાઈ આવે છે. તેમજ ગરબા અને ડાંડીયા રમ્યા બાદ હવે શરીરમાં ભારે થાક અને સુસ્તી લાગે છે. નવરાત્રિમાં ગરબાના કારણે ઓછી ઊંઘ મળવાથી શરીરમાં ભારેપણું લાગશે. નવરાત્રિની રાત્રિઓમાં ગરબા ગાયા બાદ શરીરનો થાક ઉતારવા આ ટિપ્સ જરૂર ટ્રાય કરો.
શરીરને ડિટોક્સ કરો
શરીરને ડિટોક્સ કરવા તમે નાળિયેરનું પાણી, ગરમ પાણી, આદુ અને મધનું પાણી લઈ શકો છો. આ એનર્જી ડ્રિંકસ શરીરમાંથી ટૉક્સિન્સ બહાર કાઢશે. આ દિવસોમાં બહુ બહારના નાસ્તા ઝાપટયા હોવાથી હવે હળવો આહાર કરો. 3-4 દિવસ તમે ખીચડી, સૂપ, દાળ-ભાત, સ્ટીમ શાકભાજી જેવા હળવા ખોરાકને દૈનિક આહારમાં સામેલ કરો. તેમજ ભજીયા, પકોડાં જેવા ફ્રાઇડ ખોરાકથી દૂર રહો. તેનાથી પેટ ભારે લાગશે અને શરીરનું પાચન બગડશે. દિવસ દરમ્યાન દૂધ, દહીં, મૂંગ દાળ, છાસ જેવી શરીરને સ્ટ્રેન્થ મળશે.













