સુંદર અને યુવાન દેખાવા લોકોમાં કોલેજન પાઉડર લેવાનું ચલણ વધ્યું છે. ઇન્ટરનેટ પર પણ કોલેજન શબ્દ વધુ સર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કેટલાક લોકોને પ્રશ્ન થશો હશે કે આખરે આ કોલેજન શું છે. કેમ કોલેજન ટ્રેન્ડમાં છે. હેલ્થ એક્સપર્ટે આ કોલેજન શું છે તે જણાવ્યું. તેમણે કહ્યું કે કોલેજનના અસંખ્ય ફાયદા છે. ખાસ, કરીને આજે લોકોમાં યુવાન દેખાવાની હોડ લાગી છે અને એટલે જ ઇન્ટરનેટ પર કોલેજન વધુ સર્ચ થઈ રહ્યો છે.


યુવાન દેખાવા લોકોમાં વધ્યું કોલેજન લેવાનું ચલણ

શ્વેતા તિવારી હોય કે પછી 90ના દાયકાની અભિનેત્રી ભાગ્યશ્રી 40 વર્ષ બાદ પણ 20 વર્ષ જેવી યુવાન દેખાય છે. આ સેલેબ્રિટીની સુંદરતાનું રહસ્ય કોલેજન પાઉડર હોવાનું લોકોમાં ચર્ચા છે. હેલ્થ એકસપર્ટે કહ્યું કે આજે લોકો સેલેબ્રિટીની જેમ યુવાન દેખાવા ઇચ્છે છે. છેલ્લા થોડા સમયમાં કોલેજનનો ઉપયોગ વધ્યો છે. આ પાઉડર વૃદ્ધત્વના સંકેતો, જેમ કે કરચલીઓ અને ફાઇન લાઇન્સને રોકવામાં મદદ કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. તે હાડકાં માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. ઉંમર વધતા શરીરમાં કોલેજનનું ઉત્પાદન ઘટતું જાય છે. આનાથી ત્વચામાં કરચલી, સાંધામાં પણ દુખાવો અને વાળ ખરવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, લોકો તેમના શરીરમાં કોલેજનનું યોગ્ય સ્તર જાળવવા માટે પૂરક તરીકે આ પાઉડર લઈ રહ્યા છે.

જાણો શું છે કોલેજન, કેમ શરીર માટે ફાયદાકારક

કોલેજન શરીરમાં જોવા મળતું એક મુખ્ય પ્રોટીન છે જે ત્વચા, વાળ, નખ, હાડકાં, સ્નાયુઓ, અસ્થિબંધન અને રજ્જૂને મજબૂત બનાવે છે. લોકો ઘણીવાર તેને પાણીમાં ઓગાળીને અથવા અન્ય સ્વરૂપોમાં આહાર પૂરક તરીકે લે છે. તે આપણી ત્વચા, હાડકાં, કનેક્ટિવ પેશી અને સ્નાયુઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કે, આજકાલ બજારમાં ઘણા બધા કોલેજન સપ્લીમેન્ટ ઉપલબ્ધ છે. તેથી, એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમારા માટે કયું શ્રેષ્ઠ રહેશે. સૌ પ્રથમ, કુદરતી ખાદ્ય સ્ત્રોતો અને સંતુલિત આહાર દ્વારા તમારી કોલેજનની ઉણપને પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે. વિટામિન સી, ઝીંક, તાંબુ, ફળો, શણના બીજ, સૂર્યમુખીના બીજ અને કોળાના બીજ કોલેજનના ઉત્પાદનમાં મદદ કરી શકે છે.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: