દરેક મહિલા અને યુવતીઓ ઇચ્છે છે કે તેઓ વધુ આકર્ષક અને સુંદર દેખાવું ગમતું હોય છે. અને ખાસ કરીને લગ્ન પ્રસંગ અને પાર્ટી તેમજ તહેવારમાં મહિલાઓ સુંદર દેખાવા મોંઘી પ્રોડક્ટથી લઈને બ્યુટિ પાર્લરની પણ મુલાકાત લે છે. છતાં પણ કયારેક યુવતીઓ ફરિયાદ કરતી જોવા મળે છે કે તેમનો ચહેરો સુંદર હોવા છતાં હોઠ પર કેમ કાળાશ દેખાય છે.
યુવતીઓ હોઠની કાળાશથી પરેશાન
પ્રખ્યાત બ્યુટી નિષ્ણાતે આનું કારણ આપતા જણાવ્યું કે હોઠ પર દેખાતી કાળાશના આતંરીક અને બાહ્ય એમ અનેક કારણો છે. ગુલાબી હોઠ ચહેરાની સુંદરતા વધારે છે. જોકે, કેટલાક લોકોના હોઠ ખૂબ જ ઘાટા દેખાતા હોય છે અને એટલે તેને છુપાવવા યુવતીઓ ડાર્ક લિપસ્ટિકનો ઉપયોગ કરે છે. હોઠ પરની કાળાશનું પિગમેન્ટેશન છે. આ ઉપરાંત રોજિંદા જીવનની ખરાબ આદતોના કારણે પણ હોઠ વધુ ઘાટા દેખાય છે. હોઠ પરની કાળાશ દૂર કરવા યુવતીઓ બજારમાં મોંઘા ઉત્પાદનો અને બ્યુટી ટ્રીટમેન્ટ કરાવે છે. છતાં પણ સમસ્યા દૂર થતી નથી. ત્યારે હોઠની કાળાશનું ચોક્કસ કારણ જાણી તમે ચહેરાની સુંદરતામાં વધારો કરી શકો છો.













