શરીર સ્વસ્થ રાખવા પૌષ્ટીક આહારનું સેવન કરીએ છીએ. ફક્ત એથ્લેટ માટે જ પ્રોટીનથી ભરપૂર ખોરાક જરૂરી છે તેવી લોકોની સામાન્ય માન્યતા છે. આપણા શરીરને પણ વિટામિન, મિનરલ્સની જેમ પ્રોટીનયુક્ત આહારનું સેવન મહત્વનું છે. વધુ પ્રોટીનના ચકકરમાં મોટાભાગના લોકો બદામ અને કાજુ જેવા ડ્રાયફ્રૂટનું નિયમિત સેવન કરે છે. પરંતુ આ ડ્રાયફ્રૂડ બજારમાં મોંઘી કિંમતે વેચાય છે. દરેક લોકો આ મોંઘા ડ્રાયફ્રૂટ ખરીદી શકતા નથી. પરંતુ એક એવું પણ ડ્રાયફ્રૂટ છે જે બદામ અને કાજુ કરતાં પણ અનેકગણું સસ્તુ છે. ગરીબો માટે કસ્તુરી કહેવાય છે આ ડ્રાયફ્રૂટ મગફળી.
મગફળી એક સસ્તુ ડ્રાયફ્રૂટસ
પ્રોટીનનું પાવર હાઉસ છે મગફળી ડ્રાયફ્રૂટસ. 100 ગ્રામ મગફળીમાં આશરે 25-26 ગ્રામ પ્રોટીન હોય છે. 100 ગ્રામ કાજુમાં ૧૮ ગ્રામ પ્રોટીન હોય છે જયારે 35 ગ્રામ બદામમાંથી 7 ગ્રામ પ્રોટીન મળે છે.આ જ કારણ છે કે શાકાહારીઓ માટે મગફળીને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે, જે સ્નાયુઓ બનાવવામાં, પેશીઓને સુધારવામાં અને ઉર્જા જાળવવામાં મદદ કરે છે. આ એક સસ્તું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સુપરફૂડ છે જે ફક્ત તમારી ઉર્જા જ નહીં, પણ તમારા હૃદય, મગજ, ત્વચા અને વાળને પણ સ્વસ્થ રાખે છે. દરરોજ તમારા આહારમાં થોડી મગફળીનો સમાવેશ કરવાથી તમે લાંબા સમય સુધી ફિટ અને સક્રિય રહી શકો છો.













