શું તમને સામાન્ય કામ કરતા થાક લાગે છે. આ લક્ષણ શરીરમાં નબળાઈ હોવાનો સંકેત છે. શરીરની નબળાઈ દૂર કરવા પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ. દરરોજના રોજિંદા આહાર સાથે તમે ફૂડને ડાયટમાં સામેલ કરશો તો શરીરમાં અદ્ભૂત ચમત્કાર જોવા મળશે. શાકભાજી અને ફળોમાં વિશિષ્ટ પ્રકારના પોષક તત્વો રહેલા છે. કઠોળમાંથી પ્રોટીન, શાકભાજીમાંથી વિટામિન, નારંગીમાંથી વિટામિન સી. આમ, શરીરની જરૂરિયાત મુજબ તમે આ ફૂડસે પોતાના દૈનિક આહારમાં સ્થાન આપો.


આ ફૂડને કરો સામેલ, શરીરની નબળાઈ થશે દૂર

કેળા : કેળા એક એવું ફળ છે જે લગભગ દરેક ઋતુમાં ઉપલબ્ધ હોય છે. કેળા શરીરને તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે અને સ્નાયુઓના કામમાં પણ મદદરૂપ થાય છે. સવારના નાસ્તામાં કેળા ખાવાથી ઉર્જા મળે છે. તમે શરીરની નબળાઈ દૂર કરવા દૂધ સાથે કેળા, તેમજ કેળા, દૂધ અને ખજૂર લઈ શકો છો. કેળાનું કોઈપણ રીતે સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં કુદરતી રહેલ ખાંડ શરીરમાં સુગર લેવલ જાળવી રાખશે અને ક્રેવિંગ દૂર રાખતા તમારો મૂડ પણ સારો થશે.

સફરજન: સફરજન ખાઓ અને 'રોજ એક સફરજન ડૉક્ટરને દૂર રાખે છે' એવું સામાન્યપણ કહેવાય છે. મોટાભાગના લોકોને ખબર છે કે ખોરાક ખાધા પછી સફરજન ખાવાથી શરીરને અઢળક ફાયદા થાય છે. તેમાં વિટામિન, ફાઇબર અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે જે તમારા પેટ, પાચન, હૃદય, વજન અને ત્વચાને રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે. આમ, સફરજન એક પૌષ્ટિક ફળ કહી શકાય. શરીરને સ્ફૂર્તિમાં લાવવા બપોરના ભોજન અને સાંજના નાસ્તામાં તમે સફરજન ખાઈ શકો છો. દરરોજ તેના સેવનથી શરીરમાં ઉર્જાનો સંચાર થશે અને નબળાઈ દૂર થશે.

સાઇટ્રસ ફળો અને ડ્રાયફ્રૂટ

સાઇટ્રસ ફળોના સેવનથી શરીરમાં વિટામિન સીની ઉણપ દૂર થશે. ફળોમાં પ્રચૂર માત્રામાં રહેલ વિટામિન સી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારશે. દરરોજ તમારે નારંગી, લીંબુ, કીવી, મોસમી ફળો અને જામફળ કોઈપણ ફળના રસનું જરરૂ સેવન કરવું જોઈએ. આ ઉપરાંત દરરોજ બદામ, અંજીર, કિશમિશ અને અખરોટ જેવા ડ્રાયફ્રૂટને પણ સ્થાન આપવું. તમે દરરોજ સવારે ડ્રાયફ્રૂટનું સેવનથી શરીરની નબળાઈ દૂર થશે અને મગજ પણ તેજ બનશે.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: